ભાજપના નેતાનું પેપર લીક કાંડમાં નામ આવતા થયો વિરોધ છીનવાયું પદ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-04-03 21:22:53

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર  આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.  હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે. 

અરવલ્લી જિલ્લાના બાયડમાં થોડાક સમય અગાઉ , સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આકાશ પટેલની યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ , આ નિમણુંકને લઇને સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે હોબાળો મચી ગયો હતો. તેનું કારણ એ છે કે, જાન્યુઆરી 2023 માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ દરમિયાન ગુજરાત એટીએસ દ્વારા તેલંગાણાની કે.એલ. હાઈટેક પ્રેસમાંથી પેપર લીક કરનાર ટોળકીને પકડવામાં આવી હતી. આ તપાસમાં બાયડના ભાજપ કાર્યકર આકાશ પટેલનું નામ પણ ખુલ્યું હતું. આકાશ પટેલ પર આક્ષેપ છે કે તેણે 10 લાખ રૂપિયા આપીને જુનિયર ક્લાર્કનું પેપર અગાઉથી ખરીદ્યું હતું. પેપર લીક કેસમાં 25 થી વધુ આરોપીઓની યાદીમાં આકાશ પટેલનું નામ હતું અને તેની અગાઉ ધરપકડ પણ થઈ હતી. 

એક તરફ ગુજરાત સરકાર પેપર લીક જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે કડક કાયદા લાવી રહી છે.  ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના સંગઠનમાં જ કૌભાંડના આરોપીને સ્થાન મળતા વિરોધ પક્ષો અને બેરોજગાર યુવાનોમાં સરકારની નીતિ-રીતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા હતા. તો હવે , અરવલ્લી ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બાયડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલને વિવાદ બાદ દુર કરવામાં આવ્યા છે.  બાયડ શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પદે માનવ ઘનશ્યામ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આકાશ પટેલની નિમણુંક પછી વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા અને અરવલ્લી જીલ્લા કોંગ્રેસે આકાશ પટેલનું નામ ઉર્જા ભરતી કૌભાંડમાં આરોપી તરીકે નામ હોવાને લઈ સવાલો ઉઠાવ્યા હતા. આ બાબતે વિવાદ વધુ વકરતાં અરવલ્લી જીલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખે આકાશ પટેલને બાયડ શહેર યુવા મોરચાના પ્રમુખના હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે