ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.
ભરૂચમાં બઉ જ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાનું નામ સામે આવ્યું હતું. આ અગાઉ હીરા જોટવા જામીન પર બહાર આવ્યા હતા તે પછી હવે કોર્ટે દિગ્વિજય જોટવાના જામીન પર મંજુર કરી દીધા છે. હીરા જોટવાને જયારે જામીન મળ્યા ત્યારે તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે દિગ્વિજય જોટવાને જામીન મળતા આહીર સમાજમાં આનંદની લહેર છે. સમાજના આગેવાનો દ્વારા એવી વાત કરવામાં આવી હતી કે , હીરા જોટવા અને તેમના દીકરા દિગ્વિજય જોટવાને ખોટી રીતે આ મનરેગા કૌભાંડમા ફસાવવામાં આવ્યા છે. હવે દિગ્વિજય જોટવાનું પણ આહીર સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
વાત કરીએ , ભરૂચના મનરેગા કૌભાંડની તો , તો ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભરૂચ SP મયુર ચાવડા દ્વારા સીટ એટલેકે , સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટિમ બેસાડવામાં આવી હતી . આ SIT ની તપાસમાં જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ પૈકી ₹3-4 કરોડ જેટલા રૂપિયાઓ ‘દિગ્વિજય રોડવેઝ’ અને ‘જોટવા એન્ટરપ્રાઇઝ’ના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. હાસોટના TDO કચેરીના આઉટસોર્સ કર્મચારી રાજેશ ટેલરનું નામ પણ કૌભાંડમાં ખુલ્યું હતું તેમની પર આરોપ છે કે , કામ પૂર્ણ જાહેર કરવા માટે દસ્તાવેજોમાં ખોટી નોંધણી કરી હોવાનું કહેવાય છે. ભરૂચમાં આ મનરેગા કૌભાંડની જાણ થતા , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહાયક હિસાબ અધિકારી પ્રતીક ઉદયસિંહ ચૌધરીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અધિકૃત ફરિયાદ નોંધાવી હતી.