સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટૂંકાવસ્ત્રો પર પ્રતિબંધ, હોબાળા બાદ ઈન્ચાર્જ કુલપતિ ભીમાણીએ કરી આ સ્પષ્ટતા


  • Published By :
  • Published Date : 2023-09-20 21:50:14

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેના નિયમથી હોબાળો મચ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ માટેના નિયમોની એક માહિતી પત્રકમાં વિદ્યાર્થીનીઓ માટેના કુલ 28 નિયમો દર્શાવવામાં આવ્યા જેમાં 7માં ક્રમના નિયમમાં યુવતીઓને ટૂંકા વસ્ત્રો નહી પહેરવા અંગેનો નિયમ છે. રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2023-24 માટે આજે જાહેર કરાયેલા પરિપત્રમાં ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.  ગર્લ્સ હોસ્ટેલમાં હવેથી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલના પાર્થના હોલ અને ડાઈનિંગ હોલમાં વિદ્યાર્થીનીને મર્યાદામાં કપડા પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રુપિયા નક્કી કરવામાં આવી છે. આ પરિપત્રમાં વિદ્યાર્થીની પોતાના કુટુંબી પરિચિત બહેનોને રાખવા માટે રેકટરની મંજુરી લેવી પડશે તેમજ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની હાજરી પુરવામાં આવશે. જો કે વિવાદ વધતા ઈન્ચાર્જ કુલપતિએ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરવી પડી છે.


ઈન્ચાર્જ કુલપતિએ ભીમાણીએ શું કહ્યું?


હવે આ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરી છે. તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, આ પરિપત્ર નહીં નિયમો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે અને પ્રાર્થના હોલ અને ભોજનાલયમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવો નિયમ હતો જ હવે પબ્લિક ડોમેઇન પર નિયમો મુકવામાં આવ્યા છે. આમા સુચનો આવશે તો તેનો પણ અમલ કરવાનો પ્રયાસ કરાશે. વધુમાં તેમણે જણાવ્યું કે, ટૂંકા કપડાં પહેરવા મામલો ગર્લ્સ અને બોયસ બન્નેને લાગુ પડે છે. બોયસ માટેના પણ નિયમો હતા જ તેમાં પણ સુધારો કરવા અધિકારીઓને કહેવાયું છે. રેક્ટરો સાથેની બેઠક બાદ જ નિર્ણય લેવાતો હોઈ છે.  જ્યારે વિવાદની સાથે ગર્લ્સ હોસ્ટેમાં ખોટી રીતે મેરીટ લીસ્ટ બહાર પાડી 44 હકદાર બહેનોને પ્રવેશ નહી મળતા આ મુદ્દો દબાવી દેવા આ વિવાદ સામે લવાયો હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓએ પ્રદર્શન પણ કર્યું હતું. જેના જવાબમાં કાર્યકારી કુલપતિએ જણાવ્યું કે, કોઈ પણ વિદ્યાર્થીનીઓની માંગ દબાવવાનો કોઈને અધિકાર નથી. માંગની સત્યાર્થતા ચકાસીને યુનિવર્સિટી યોગ્ય નિર્ણય કરતી હોય છે. તેમની આ માંગ અને નિયમો એકબીજને દબાવી દેવાનો છે એવો કોઈ પ્રશ્ન જ નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે