ગીર સોમનાથમાં કોળી સમાજમાં કેમ છે આક્રોશ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-10 18:10:37

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

ગીર સોમનાથ જિલ્લામાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ૩૨ વર્ષના કોળી સમાજના યુવક જેમનું નામ છે મહેશ બારૈયાએ એટલે જીવ ગુમાવ્યો છે કેમ કે , સોમનાથમાં એક પીએમ મોદી આવવાના છે તો બીજી તરફ , નગરપાલિકાના આ કર્મચારી મહેશ બારૈયા નારિયેળીના ઝાડ પરથી નારિયેળ દૂર કરવા ઉપર ચઢે છે. આ પછી આ કર્મચારીનું બેલેન્સ ખોરવાય છે અને જમીન પર નીચે પટકાતા તેમને ગંભીર ઈજાઓ થાય છે.   આ પછી ઘાયલ મહેશ બારૈયાને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પર હાજર તબીબ મહેશ બારૈયાને મૃત જાહેર કરે છે. આ ઘટનાની જાણ થતા , ગીર સોમનાથના કોળી સમાજમાં નગરપાલિકાની બેદરકારીને લઇને ભારે આક્રોશ જન્મે છે. ત્યારબાદ , ઘટનાની જાણ થતા , ગીરસોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા તેઓ તાત્કાલિક ગીરસોમનાથની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. 

મૃતક મહેશ બારૈયાના પરિવારે નગરપાલિકાની બેદરકારીને લઇને તેમની પર આક્ષેપો કર્યા છે. આ પછી , નગરપાલિકાના ચીફ ઓફિસર ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ પછી , પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે