ગુજરાતમાં આગામી ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસ વિવિધ પ્રશ્નોને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાની છે. નલ સે જલ અને મનરેગા કૌભાંડને લઇને કોંગ્રેસ આક્રમક દેખાઈ રહી છે. આ પહેલા , કોંગ્રેસ ગુજરાતમાં વોટર અધિકારી યાત્રા કાઢવા જઈ રહી છે. આ બાબતે , ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સની બેઠક યોજાઈ હતી.
ગુજરાતમાં આવનારા સમયમાં ૨૦૨૭ વિધાનસભાની ચૂંટણીઓને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. તો હવે પ્રભારી મુકુલ વાસનિક અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીની ઉપસ્થિતીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી . તો હવે ૩૦ અથવા તો ૩૧મી ઓગસ્ટના રોજ કોંગ્રેસ રાજ્યમાં વોટર અધિકાર યાત્રા યોજવા જઈ રહી છે. આ પછી ૮મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કોંગ્રેસ કરવા જઈ રહી છે. જેમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની સાથે મહાનગરના પ્રમુખ પણ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેશે. કોંગ્રેસે નક્કી કર્યું છે કે , આગામી સમયમાં કોંગ્રેસ મનરેગા યોજના , નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર , બેરોજગારી સાથેજ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને મુદ્દાને લઇને સરકારને ઘેરવા જઈ રહી છે. આ ઘેરાવમાં રાજ્યભરમાંથી કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો હાજર રહેશે.
આપને જણાવી દયિકે , ૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો પહેલો દિવસ છે. ૮ સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસ તેના વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે. આમ કોંગ્રેસ હવે ધીરે ધીરે આક્રમક બની રહી છે. હવે કોંગ્રેસ દેશભરના મતદારોમાં , વોટ ચોરીનો મુદ્દો લોકો સુધી લઇ જઈ રહી છે. આગામી સમયમાં , કોંગ્રેસ વિવિધ રાજ્યોમાં આ મુદ્દે યાત્રા કાઢવા જઈ રહી છે. થોડાક સમય પહેલા , સંગઠન સૃજન અભિયાન અંતર્ગત , ગુજરાતમાં જિલ્લા અને શહેરોની નિમણુંક કરી નાખી હતી હવે , આવનારા સમયની અંદર કોંગ્રેસ વોર્ડ પ્રમુખોની નિમણુંક કરવા જઈ રહી છે.