ગુજરાત ભાજપ માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ભાજપને ત્રણ દિવસમાં નવા પ્રમુખ મળી શકે છે. આજે અથવા આવતીકાલે પ્રમુખપદની ચૂંટણીઓ માટે નોટિફિકેશન જાહેર થઇ શકે છે. પરમ દિવસથી એટલેકે , એક દિવસની અંદર પ્રમુખ પદ માટે ઉમેદવારી કરી શકાશે. આ ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિકતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ માટે નામ જાહેર થઇ શકે છે. ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશપ્રમુખ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે .
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં BJPના પ્રદેશપ્રમુખના પદ માટે ચૂંટણીઓ થવા જઈ રહી છે. આ માટે આવતીકાલે ચૂંટણીઓ માટેનું નોટિફિકેશન જાહેર થઇ શકે છે. આ પછી એક જ દિવસની અંદર ઉમેદવારી કરવાની રહેશે. આ પછી તમામ પ્રક્રિયાઓ પુરી કરી વધુમાં વધુ ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાત ભારતીય જનતા પાર્ટીને નવા અધ્યક્ષ મળે તેવી સંભાવના છે. ભાજપમાં નવા પ્રદેશપ્રમુખ એ OBC હશે તે નિશ્ચિત થઇ ચૂક્યું છે. આ ઉપરાંત આ ચેહરાને આ અગાઉનો સંગઠનનો અનુભવ હશે . આ ઉપરાંત એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે , હાલમાં MLA અને ગુજરાતમા કેબિનેટ મિનિસ્ટર એવા વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી પ્રદેશપ્રમુખના પદે બેસાડે તે સંભાવના છે. આમ વધુમાં વધુ ત્રણથી ચાર દિવસની અંદર ગુજરાતમાં BJPને નવા અધ્યક્ષ મળી શકે છે. હવે એ જાણીએ હાલમાં BJPમાં પ્રદેશપ્રમુખના પદ માટે કોના કોના નામ આગળ ચાલી રહ્યા છે. પહેલું નામ છે જગદીશ વિશ્વકર્મા , બીજું નામ છે દેવુસિંહ ચૌહાણ અને ત્રીજું નામ છે મયંક નાયક. આ બધામાં નિકોલના MLA જગદીશ વિશ્વકર્માનું નામ આગળ ચાલી રહ્યું છે. આપને એક વસ્તુ ચોક્કસ જણાવી દયિકે , ઉમેદવારી પત્રક એકથી વધુ વ્યક્તિના નહિ ભરાય સાથે નામ ઉપર એક જ જશે.
હાલમાં BJPના પ્રદેશપ્રમુખના પદે C R પાટીલ કાર્યરત છે. તેમને આ પદે પાંચ વર્ષ કરતા વધારાનો સમય થઇ ગયો છે. ગુજરાત ભાજપમાં સી આર પાટીલના યોગદાનની વાત કરીએ તો, C R પાટીલ જયારે ૨૦૨૦માં પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે , કોવીડનો સમયગાળો હતો સાથે જ ગુજરાતમાં સંખ્યાબળની દ્રષ્ટિએ પક્ષના કાર્યકરોની સંખ્યા ખુબ વધુ હોવા છતાં , ભાજપના સંગઠનની સ્થિતિ ડામાડોળ હતી. શરૂઆતમાં તેમને પક્ષમાં ખુબ ઓછા લોકો ઓળખતા હતા. પરંતુ હવે C R પાટીલે સંગઠનમાં ધાક બેસાડી છે. જેવા જ તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા કે તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત ફરી વળ્યાં અને આમ સમગ્ર ગુજરાત BJP સંગઠનમાં એક જબરદસ્ત સ્વીકૃતિ ઉભી કરી.