Gujaratમાં નકલી અધિકારી નહીં પરંતુ આખેઆખી નકલી સરકારી ઓફિસ ઝડપાઈ! સરકારના કરોડો રૂપિયા કરાયા ચાઉ પરંતુ સરકાર ઊંઘતી રહી!


  • Published By :
  • Published Date : 2023-10-29 15:58:36

ગુજરાતમાં હજી સુધી આપણે નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી, ડમી વિદ્યાર્થીઓ વગેરે વગેરે સાંભળતા હતા. પરંતુ હવે તો ઠગાઈની તમામ હદ પાર થઈ ગઈ હોય તેવું લાગે છે. આ વખતે નકલી અધિકારી નહીં પરંતુ નકલી સરકારી ઓફિસ ઝડપાઈ છે. મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લામાં છેતરપીંડી કરવા બોડેલી તાલુકામાં એક નકલી સરકારી ઓફિસની ઠગોએ સ્થાપના કરી. પોતાને સરકારી અધિકારી તરીકે દર્શાવ્યા, બનાવટી સહી કરી, તેમજ સરકારી સિક્કા ઉપરાંત દસ્તાવેજો પણ બનાવી લીધા. ત્યાં સુધી તો ઠીક હતુ પરંતુ 4.15 કરોડની સરકારે કામ માટે ગ્રાન્ટ પણ ફાળવી લીધી. 


https://khabarchhe.com/uploads/mc_path/1698486145sandip.jpg

છોટા ઉદેપુરમાં આખે આખી નકલી સરકારી ઓફિસ ઝડપાઈ

ગુજરાતમાં નકલી અધિકારી પકડાવાનું તો સામાન્ય બન્યું છે પરંતુ હવે તો ઠગો તેમાંથી પણ આગળ નિકળ્યા છે.  દર વખતે અધિકારીઓ પકડાયા હોવાની વાત અમે કહેતા હોઈએ છીએ પરંતુ આ વખતે નકલી અધિકારી નહીં પરંતુ આખેઆખી નકલી સરકારી કચેરી ઠગોએ છોટાઉદેપુરમાં ઉભી કરી દીધી. એક નકલી સરકારી ઓફીસનો પર્દાફાશ થયો છે. જેમાં લાખો રુપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે.  ખોટી સરકારી કચેરી ઊભી કરી ચાર કરોડ પંદર લાખનો સરકારને ચૂનો ચોપડયો છે. છોટાઉદેપુરમાં "કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઈ પ્રોજેક્ટ બોડેલી" નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી લેતા હતા.

નકલી ઘી ભૂલી જાવ, નકલી સરકારી કચેરી પણ હોય !! - My Samachar

પોલીસે આરોપીની કરી લીધી ધરપકડ! 

આ મામલે જે વિગતો સામે આવી છે એ મુજબ આદિજાતિ વિભાગની પ્રાયોજના કચેરીમાંથી ગ્રાન્ટ મેળવી કૌભાંડ ચાલતું હતું સંદીપ રાજપૂત નામના આરોપીએ આ કૌભાંડ આચર્યું છે. સંદીપ રાજપૂત નામના આરોપીએ આ કૌભાંડ આચર્યું છે. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ તપાસનો દોર શરૂ થઈ ગયો છે તેવી માહિતી સામે આવી રહી છે. આ કૌભાંડ સામે આવ્યા બાદ પોલીસે 170,419,465,467,468,471,472,474, 1NS, 20B મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે સંદીપ રાજપૂતની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

News & Views :: ગુજરાતમાં નકલી સરકારી ઓફિસ બની ગઈ 2 વર્ષમાં 4 કરોડ ઉસેટી  લીધા કોઈને ખબર ન પડી

કેવી રીતે આચરવામાં આવ્યું સમગ્ર કૌભાંડ? 

હવે તમને થશે કે એટલું મોટું કૌભાંડ બહાર કઈ રીતે આવ્યું? તો તમને જણાવી દઈએ કે બોડેલીના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર ધવલ પટેલે નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ હતુ કે, પ્રાયોજના વહીવટ અધિકારીના કામોના આયોજન માટે મીટીંગ બોલાવી ત્યારે આ ધ્યાને આવ્યું હતુ. મીટિંગમાં ટ્રાયબલના કામોની ચર્ચા કરી હતી. સિંચાઈ વિભાગની ખોટી દરખાસ્ત ધ્યાને આવતા આ મામલો સામે આવ્યો હતો. 


કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ આ મામલે સરકારને ઘેરી 

આ ઘટનાને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ટ્વિટ કરી છે અને સરકારને ઘેરી છે. આ ઘટના બાદ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જો અન્ય કોઈ જિલ્લામાં આવી નકલી સરકારી ઓફિસ ચાલતી હશે તો તે અંગે પણ તપાસ કરવામાં આવશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.