સમૃદ્ધ ગણાતા ગુજરાતમાં ખેડૂતોની હાલત બની કફોડી! આટલા લાખ ખેડૂતો પર છે આટલું દેવું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-23 16:04:46

ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. આપણને બે ટંકનું ભોજન મળી રહે તે માટે ખેડૂતો દિવસરાત મહેનત કરી પાકની માવજાત કરતા હોય છે. દિવસરાત જોયા વગર તેઓ ખેતરમાં મહેનત કરે છે ત્યારે જ આપણી થાળીમાં ભોજન આવે છે. આટલી બધી મહેનત કર્યા બાદ પણ ખેડૂતોને પોષણસમા ભાવ નથી મળતા. ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર પ્રયત્નો કરે છે, અનેક યોજનાઓ લાવવામાં આવી રહી છે, પરંતુ ખેડૂતોની પરિસ્થિતિ ઠેરની ઠેર છે. દિવસેને દિવસે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. વિકસીત ગણાતા ગુજરાતમાં જગતના તાતના હાલ બેહાલ થઈ ગયા છે. 47.51 લાખ ખેડૂતો દેવાદાર છે. 57 હજાર જેટલું દેવું ખેડૂતો પર છે. 


ખેડૂતોની આવક બમણી થવાને બદલે કફોડી બની!

દેશના અર્થતંત્રને જેટલું આગળ ઉદ્યોગપતિઓ લઈ જાય છે તેટલો જ મહત્વનો ફાળો ખેડૂતોનો પણ હોય છે. ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવતું કે ખેડૂતોની હાલત જેટલી સારી હશે તેટલી જ દેશની પ્રગતિ થઈ છે તેવું માનવામાં આવે છે. ખેડૂતોને જગતનો તાત કહેવાય છે. સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવતા હતા કે વર્ષ 2022માં દરેક ખેડૂતની કમાણી બમણી હશે. ખેડૂતો પણ સમૃદ્ધિથી સંપન્ન થશે. ખેતી માટે કૃષિ અનેક લોન લેતા હોય છે. લોન લઈને પણ ખેડૂતો ખેતી કરે છે. એક તરફ ખેતી કરવી, ખેતીને લગતી દરેક ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. ખાતર, બિયારણ, જંતુનાશક દવા જેવી વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે તો બીજી તરફ ખેડૂતોને પાકના પોષણક્ષમા ભાવ નથી મળતા. ખેડૂતોની આવક બમણી થવાની તો વાત દૂરની રહી પરંતુ ખેડૂતો દેવાદાર બની રહ્યા છે. 


ગુજરાતના દરેક ખેડૂતના માથે 57 હજારનું દેવું!

લોન લઈને પણ ખેડૂતો ખેતી કરી રહ્યા છે. કેન્દ્રીય  કૃષિ મંત્રાલયના મતે, ગુજરાતમાં કુલ મળીને 47.51 લાખ ખેડૂતો દેવાદાર છે. દેવું વધવાને કારણે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. એક તરફ પોષણસમા ભાવ નથી મળતા તો બીજી તરફ કુદરત પણ ખેડૂતોથી રૂઠી હોય  તેવું લાગી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડાને કારણે પણ ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડ્યા પર પાટું પડ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કોઈ વખત અતિશય વરસાદને કારણે તો કોઈ વખત અતિશય ગરમી પડવાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. લાખો ખેડૂતોએ ખેતી કરવા માટે કુલ મળીને એક લાખ કરોડની લોન લીધી છે. પરંતુ હજી પણ દરેક ખેડૂતના માથે 57 હજારનું દેવું છે.  


કુદરતી આફત પણ પહોંચાડે છે ખેતીના પાકને નુકસાન 

પહેલા મજૂરી કરી, દિવસ રાત એક કરી ખેતરમાં ખેતી કરે, પરંતુ જ્યારે પૈસાની વાત આવે ત્યારે તેમને પોષણસમા ભાવ નથી મળતા. અને અંતે ખેડૂતો પ્રતિદિન દેવાના ભાર નીચે ડુબતા જાય છે. જેટલી આર્થિક સહાય સરકાર ખેડૂતોને કરે છે તેનાથી વધારે નુકસાન ખેડૂતોને ભોગવવાનો વારે આવે છે. ખેડૂતોને એ પણ ખબર નથી હોતી કે તેમનો પાક સફળ જશે કે નિષ્ફળ. કુદરતી આફત તેમની હાલતને વધુ કફોડી બનાવશે કે પછી કુદરત તેમને સાથ આપશે. અસમંજસ વચ્ચે ખેડૂતો જીવતા હોય છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.