હરિયાણામાં AAP એકલી લડશે વિધાનસભા ચૂંટણી, લોકસભામાં INDIA ગઠબંધન સાથે મળી ઝંપલાવશે


  • Published By :
  • Published Date : 2024-01-29 14:31:23

આમ આદમી પાર્ટીના કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાત કરી છે. તેમણે હરિયાણા વિધાનસભા  ચૂંટણી એકલા હાથે લડવાની જાહેરાત કરી છે. જો કે તેમની આપ પાર્ટી રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના ઈન્ડિયા ગઠબંધન સાથે રહીને લડશે. કેજરીવાલની આ જાહેરાત બાદ હરિયાણામાં આગામી ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. 


જિંદમાં યોજી જનસભા


કેજરીવાલે હરિયાણાના જિંદમાં એક જનસભાને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યની 90 વિધાનસભા ચૂંટણીમાં એકલા ઉતરવાની જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો કે હરિયાણામાં તેમનું સંગઠન મજબુત છે અને પ્રત્યેક ગામમાં 15-20 સભ્યોની એક સમિતિ છે. તે ઉપરાંત છેલ્લા 6 મહિનામાં રાજ્યમાં લગભગ 1.25 લાખ લોકો આપના પધાધિકારી બન્યા છે. આવું એટલા માટે થયું કારણ કે લોકો રાજ્યની પાછલી તમામ પાર્ટીઓની સરકારોથી પરેશાન છે. 


હરિયાણાના પૂર્વ સીએમ હુડ્ડાએ કરી હતી જાહેરાત


અરવિંદ કેજરીવાલનું આ નિવેદન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના નિવેદનનાં થોડા દિવસ બાદ આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે તે હરિયાણાની તમામ 10 લોકસભા સીટો માટે AAP સાથે ગઠબંધનના ઈચ્છુક નથી. ઉલ્લેખનિય છે કે લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં થઈ શકે છે. જ્યારે હરિયાણા વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં એટલે કો ઓક્ટોબરમાં થાય તેવી સંભાવના છે.  

 

કેવું રહ્યું છે AAPનું પર્ફોરમન્સ?


ગત વિધાનસભા ચૂંટણીમાં આપના ઉમેદવારોને NOTA (0.53%)થી પણ ઓછા મતો મળ્યા હતા. મોટાભાગના ઉમેદવારો એક હજાર મતોનો આંકડો પાર કરવામાં પણ નિષ્ફળ રહ્યા હતા અને તેમની જમાનત જપ્ત થઈ ગઈ હતી. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ દુષ્યંત ચૌટાલાના નેતૃત્વવાળી જનનાયક જનતા પાર્ટી (JJP)ની સાથે ગઠબંધન કર્યું અને ત્રણ સીટો અંબાલા, કરનાલ અને ફરિદાબાદથી 2 ટકાથી ઓછા મત મેળવનારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.  વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 46 સીટો પર ચૂંટણી લડી હતી પરંતું 0.48% વોટ શેર સાથે તેને કોઈ સીટ મળી નહોંતી.



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.