ઈરાનના હુમલામાં કુવૈતમાં એક ભારતીયનું મૃત્યુ થયું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-03-30 20:51:18

 " આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે.  તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

Iran Attack On Kuwait: ईरान ने कुवैत पर दागी मिसाइलें, एक भारतीय की मौत;  बिजली-पानी संयत्र को भारी नुकसान | Republic Bharat

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાનને લઈને નવી પ્રતિક્રિયા સામે આવી છે.  જેમાં તેમણે કહ્યું છે કે, " આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે. અમારી સેના કે જે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે અને સૌથી ઘાતક છે તેમણે કેટલાય એવા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે. જેની ખુબ લાંબા સમયથી તપાસ ચાલુ હતી. ઈશ્વર તમારા બધાનું ભલું કરે." આમ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ આજે ઈરાન પર થયેલા ખુબ ઘાતક હુમલાની માહિતી આપી છે. ઈરાન યુદ્ધ તેના પાંચમા અઠવાડિયામાં પ્રવેશી ચૂક્યું છે. ઈરાન દ્વારા અમેરિકાની અને ઇઝરાયેલની કાર્યવાહીનો જવાબ ચાલુ જ છે. આ ઉપરાંત, પશ્ચિમ એશિયાનો સૌથી મહત્વનો ચોકપોઇન્ટ એવો સ્ટ્રેઇટ ઓફ હોર્મુઝ ઈરાન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. 


 કુવૈતથી એક ખરાબ સમાચાર આપણી માટે સામે આવ્યા છે. કુવૈતમાં ઈરાનના હુમલામાં , ૧ ભારતીયએ જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર મામલે , કુવૈત સ્થિત ભારત દૂતાવાસ દ્વારા જાણકારી આપવામાં આવી છે. થોડાક સમય અગાઉ , ઈરાન દ્વારા કુવૈતના ડિસલાઇનેશન પ્લાન્ટ એટલેકે , પાણીના શુદ્ધિકરણ કરવાવાળા પ્લાન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો , જેમાં ૧ ભારતીયએ જીવ ગુમાવ્યો છે. આ બાબતે, કુવૈતમાં આવેલી ઇન્ડિયન એમ્બેસીએ ભારે શોક વ્યક્ત કર્યો છે અને પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરવામાં આવી છે. ઇન્ડિયન એમબેસી સતત કુવૈતની ઓથોરિટી સાથે સંપર્કમાં છે.  આપને જણાવી દઈએ કે , ખાડી દેશો જેવા કે , UAE , કતાર , કુવૈત , બહેરીન , સાઉદી અરેબિયા અને ઓમાનમાં લગભગ ૯૦ લાખની આસપાસ ભારતીયો વસે છે.  ભારતની વાત કરીએ , તો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે જે ઉર્જા સંકટ પેદા થયું છે તેના લીધે , ભારતમાં કેરોસીન યુગની વાપસી થઇ છે. ઉર્જા સંકટને પહોંચી વળવા કેન્દ્ર સરકારે કેરોસીનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે , કેરોસીનનો સપ્લાય સુગમ બનાવવા માટે પેટ્રોલિયમ સુરક્ષા અને લાઇ સેન્સિંગના નિયમોમાં કામચલાઉ ધોરણે છૂટ આપી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત , કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે ૨૧ રાજ્ય અને કેન્દ્ર શાષિત પ્રદેશોમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ૬૦ દિવસ માટે સુપિરિયર કેરોસીન ઓઇલ ( SKO )ના કામચલાઉ સપ્લાયને મંજૂરી આપી દીધી છે. જેથી સામાન્ય નાગરિકોને ઇંધણની કમીનો સામનો ના કરવો પડે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે