લોન ન ચૂકવી શક્તા Junagadhમાં જગતના તાતે કરી આત્મહત્યા, ધીરાણ ભરવા નોટિસ આવતા ખેડૂતો ભર્યું આ પગલું! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-12 15:27:53

લોકોની થાળીમાં અનાજ સમયસર પહોંચે તે માટે ખેડૂતો રાત દિવસ મહેનત કરતા હોય છે. ખેડૂતો ન તો દિવસ જોવે છે ના તો રાત જોવે છે. ખેતરમાં ખેડૂતો દ્વારા કરવામાં આવતી મહેનતને કારણે આપણી થાળીમાં અનાજ પહોંચે છે. પરંતુ જગતના તાતની હાલત અત્યંત દયનિય થઈ રહી છે. પોષણ સમા ભાવ ન મળવાને કારણે જગતના તાતને રડવાનો વારો આવતો હોય છે. પૈસા ભેગા કરીને, લોન લઈને ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે પરંતુ જ્યારે તેમને સારા ભાવ નથી મળતા ત્યારે તે દુખી થઈ જાય છે. અનેક ખેડૂતો પૈસા ઉધાર લઈને ખેતરમાં ખેતી કરતા હોય છે. 


ખેડૂતો લોન લઈ કરતા હોય છે ખેતી 

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારતનું અર્થતંત્ર કૃષિ પર આધારિત રહેલું છે. જે લોકોના કારણે દેશનું અર્થતંત્ર ચાલે છે તે જ ખેડૂતોને ખેતી કરવા માટે લોન પર પૈસા લેવા પડે છે. ખેડૂતો લોન પર તો પૈસા લઈ લે છે પરંતુ જ્યારે લોન ચૂકવવાની વાત આવે છે ત્યારે પૈસા ન ચૂકવવાને કારણે અનેક ખેડૂતો પોતાના જીવનનો અંત કરી લેતા હોય છે. જીવન ટૂંકાવવાનો વારો ખેડૂતોને આવતો હોય છે. 


લાખો રૂપિયા ચૂકવવાના બાકી હોવાથી ખેડૂતે ભર્યું આ પગલું 

લોન પર પૈસા લીધેલા પૈસાને ન ચૂકવી શકતા ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જૂનાગઢ જિલ્લાના વાંદરવદ ગામના એક ખેડૂતે સહકારી મંડળમાંથી પૈસા ઉધાર લીધા હતા. પરંતુ નાણા ચૂકવી ન શકતા જગતના તાતે જીવન ટૂંકાવ્યું છે. જ્યાંથી ખેડૂતે લોન લીધી હતી તે મંડળીનું નામ છે વાંદરવડ સેવા સહકારી મંડળી. આ એ જ મંડળી છે જ્યાંથી  થોડા સમય કૌભાંડના સમાચાર આવ્યા હતા. લાખો રૂપિયા ભરવાના બાકી હોવાને કારણે ખેડૂતે આત્મહત્યા જેવું ગંભીર પગલું લઈ લીધું છે તેવી વાત મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવી છે. જે ખેડૂતે આત્મહત્યા કરી છે તેમનું નામ નાગરજી સોલંકી ભાઈ છે અને તેમના ભાઈનું નામ છગનભાઈ છે. 


શું હતું સમગ્ર કૌભાંડ?     

અવાર-નવાર કૌભાંડો સામે આવતા હોય છે. ત્યારે થોડા સમય પહેલા વાંદરવડ સહકારી મંડળીથી કૌભાંડ સામે આવ્યું છે. 6.56 કરોડની ઉચાપત થયા હોવાનો મામલો સામે આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેડીસીસી બેંકની ભેસાણ શાખાના મેનેજરની ફરિયાદના આધારે મંડળીના પ્રમુખ, મંત્રી અને જે તે સમયે ભેસાણા બ્રાન્ચના મેનેજર વિરૂદ્ધ 6 કરોડથી વધુની માતબર રકમની ઉચાપતનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. 


પૈસા ચૂકવવા માટે ખેડૂતને મળી હતી નોટિસ 

વિગતવાર વાત કરીએ તો, વાંદરવડાના ખેડૂતે વાંદરવડ સેવા સહકારી મંડળી માંથી 2,64,000 કે.સી.સી અને 2,76,000 જી.સી.સી ધિરાણ મળી 5,40,000 ધિરાણ લીધેલ લોન લીધી હતી. લોન ભરવાની મુદત પૂરી થતા વ્યાજ સહિતની રકમ ભરવા માટે બેંકે ખેડૂતને નોટિસ ફચકારી હતી. 28 ઓગસ્ટ 2023ના રોજ જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. 


ત્રણ પાનની ખેડૂતે લખી સ્યુસાઈડ નોટ

નોટિસ મળ્યા બાદ પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે. પોતાની વાડીમાં ગળેફાંસો ખાઈ ખેડૂતે જીવન ટૂંકાવ્યું છે. પોલીસને આ મામલે સ્યુસાઈડ નોટ પણ મળી છે. ત્રણ પાનની સ્યુસાઈડ નોટને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. લાખો રૂપિયાની લોન બાકી હોવાને કારણે અને પૈસા ન હોવાને કારણે ખેડૂતે આ પગલું ભર્યું છે તેવી વાત મૃતકના ભાઈએ કરી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે