"અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ તો ઈલોન મસ્ક જ કહેવાય છે."


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-20 15:40:48

દુનિયાભરમાં એક નવો જોક્સ ચાલી રહ્યો છે કે , "ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. " પંરતુ હવે વિશ્વમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જેમાં એક દેશની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓ , બીજો દેશ ત્યાંની સરકાર અને તેની સાથે જોડાયેલી કંપનીઓની વિરુદ્ધમાં કામ કરે છે .  જોકે અમેરિકામાં બિઝનેસમેન સાથે આવી રીતનું લોબિંગ સામાન્ય છે પણ બાકીની દુનિયામાં આ રીતનું ઉદ્યોગગૃહો સાથેનું જોડાણ સામાન્ય નથી હોતું . મૂડીવાદની વ્યવસ્થા કે જે ખુબ મોટા મોટા બિઝનેસમેનોને અને ઉદ્યોગગૃહોને સરકાર સાથે જોડી દે છે . આ પછી તેઓ સરકાર ચલાવતા થઇ જાય છે . જેમ કે હાલમાં ટેસ્લાના સીઈઓ એલન મસ્ક એ અમેરિકન સરકાર દ્વારા બનાવવામાં આવેલો DOGE વિભાગ , ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નટ એફીસીયંસીના વડા છે . ઘણા લોકો તેમને જોક્સમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ કહે છે . 

Ilon Mask Twitter`ni $44 mlrdga sotib oladi – O'zbekiston yangiliklari –  Gazeta.uz

આવી જ રીતે , ચીનમાં થઇ રહ્યું છે . ચાઈનાએ ૧૯૭૮માં જ્યારથી તેનું અર્થતંત્ર ખોલ્યું છે ત્યારથી ત્યાં મોટા મોટા ઉદ્યોગગૃહ અને બિઝનેસમેન ત્યાં પણ અસ્તિત્વમાં આવ્યા છે . હાલમાં ચાઈનાના રાષ્ટ્રપતિ ક્ષી. જિનપિંગના ખાસ બિઝનેસમેનનું એક જૂથ છે . હવે આ બધા જ દેશોમાં જે તે દેશના વડા અને તેમની સાથે જોડાયેલા બિઝનેસમેન અને બીજા દેશના વડા અને તેમની સાથે જોડાયેલું બિઝનેસમેનનું જૂથ એકબીજાની વિરુદ્ધમાં હોય છે .જેમ કે , અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ  ૨૦૧૮માં ચીનની ટેલિકોમ કંપની હુવેઇ પર પ્રતિબંધો લગાડ્યા હતા .   

Xi Jinping - Wikipedia

વાત કરીએ ભારતની , આપણા ત્યાં ઇસ્ટ ઇન્ડિયા કંપની  વેપારના અર્થે આવી આ પછી તે થોડાક જ વર્ષોમાં ભારતીયોમાં રહેલા તડાનો ફાયદો લઇને સત્તામાં આવી ગઈ.  વાત કરીએ આઝાદી પછીના સમયની તો ૧૯૯૧માં ભારતનું અર્થતંત્ર ખોલવામાં આવ્યું કે તરત જ સરકારમાં વ્યાપારી જૂથોનું પ્રભુત્વ પણ વધ્યું હતું . જેમ કે , યુપીએ સરકાર વખતે હિન્દુજા પરિવારે , ઇન્ડિયા - યુએસ નુક્લીયર ડીલ ૨૦૦૮ કરાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આજ યુપીએ સરકાર વખતે એક કિસ્સો તે વખતના પેટ્રોલિયમ મંત્રી મણિશંકર ઐયરે તેમના પુસ્તક  , અ મેવરિક ઈન પોલિટિક્સમાં લખ્યું છે કે , "જયારે એકવાર રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી તેમની મુલાકાતે આવ્યા , પરંતુ મણિશંકર ઐયર પોતે એક મિટિંગમાં વ્યસ્ત હતા તેમણે મુકેશ અંબાણીને મળવા રાહ જોવડાવી . આ પછી મુકેશ અંબાણી તેમને પછી ક્યારેય ના મળ્યા . " જોકે આ પછી મણિશંકર ઐયર પાસેથી પેટ્રોલિયમ મંત્રાલય આંચકી લેવાયું હતું .  વર્તમાનની એનડીએ સરકાર પર ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી સાથેના જોડાણના આરોપો પણ લાગતા રહે છે . જોકે હવે વિશ્વભરમાં સરકારો વિદેશમાં પોતાનું પ્રભુત્વ મજબૂત કરવા આ ખાનગી કંપનીઓનો સહારો લેતી જ રહે છે. કારણકે , ખાનગી કંપનીઓ નફા માટે કામ કરે છે તેના કારણે તેમની પાસે નિષ્ણાત શક્તિઓ વિપુલ પ્રમાણમાં હોય છે . આ કંપનીઓ મૂડી પણ મોટા પ્રમાણમાં રોકી શકે છે , કેમ કે  કોઈ પણ દેશની સરકાર પાસે એટલા બધા પૈસા નથી હોતા . દાખલા તરીકે , શ્રીલંકામાં અદાણી પોર્ટ નામની કંપની કોલંબો વેસ્ટ ઇન્ટરનેશનલ ટર્મિનલ નામના બંદરનો વિકાસ કરી રહ્યું છે .

Gautam Adani to become India's first trillionaire, Mukesh Ambani to follow:  Report

આવું જ અમેરિકાનું છે , પ્લેટફોર્મ એક્સ જે આખી દુનિયામાં વપરાય છે . તેના માલીક ઈલોન મસ્ક અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પ આ પ્લેટફોર્મનો ઉપયોગ યુરોપમાં ઘણી સરકારો વિરુદ્ધ અભિયાન ચલાવવા કરી રહ્યા છે .




એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.