કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે કઈ બાબતે થઇ રક્ઝક?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-14 20:59:22

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે. 

Kantilal Amrutiya updated their profile picture.

થોડાક સમય અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જયારે યોજાઈ ત્યારે , મોરબી સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ ચર્ચાનો વિષય બન્યો હતું. કેમ કે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. ટિકિટ કપાવવાને લઇને ભાજપના ઘણા આગેવાનોએ અપક્ષ દાવેદારીઓ કરી હતી. આ પછી , મોરબીના ભાજપના MLA કાંતિ અમૃતિયા અને નારાજ આગેવાનો વચ્ચે જબરદસ્ત વાક્યુદ્ધ ફાટી નીકળ્યું હતું. મોરબી ભાજપે ઘણા આગેવાનોને સસ્પેન્ડ કર્યા છે. જોકે પરિણામ આવ્યા , મોરબી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત ભાજપે કબ્જે કરી છે. 

હવે, મોરબી મનપામાં મેયરને લઇને ભાજપમાં કકળાટ સર્જાયો છે. મોરબીમાં મેયર નક્કી કરવા માટે ભાજપની પાર્લિયામેન્ટરી બોર્ડમાં બે નેતાઓ મોહન કુંડારીયા અને કાંતિ અમૃતિયા આમનેસામને આવી ગયા હતા. કેમ કે , પાર્લિયામેન્ટરી બોર્ડની બેઠકમાં એક ચોક્કસ જૂથના સભ્યોની યાદી પહોંચી ન હતી. આ પછી કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા વચ્ચે ચાલુ બેઠકમાં જ ઉગ્ર બોલાચાલી થઇ હતી. ગજગ્રાહ એટલો વધ્યો કે, આખરે હોદ્દેદારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી.  હવે સ્થાનિક સ્તરે સમંતી ના સધાતા , નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચી ગયો હતો . આ કારણે મોરબી જિલ્લામાં તાલુકા પંચાયતમાં પ્રમુખ - ઉપપ્રમુખ નામો અને ખાસ કરીને મહાનગરપાલિકાના હોદ્દેદારોના આખરી નિર્ણય શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાય તેવી સંભાવના છે.  આ નામની જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં ફાઇનલ થાય તેવી સંભાવના છે. હવે વાત કરીએ , મોરબી જિલ્લાની , આ વખતની ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાની સ્થિતને લઇને ઘણા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા હતા. મોરબી મનપા , ત્રણ નગરપાલિકા , જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની કુલ ૨૫૦ બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાંથી ભાજપે ૧૭૯ બેઠકો પર વિજય હાંસિલ કર્યો છે , ૫૯ બેઠકો પર કોંગ્રેસ , ૬ બેઠકો પર આપ , ૩ બેઠકો પર બસપા  અને ૩ બેઠકો પર અપક્ષની જીત થઇ છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં તમામ ૫૨ બેઠકો પર ભાજપની પ્રચંડ જીત થઇ છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે