Narmadaમાં નાગરિકે ભાજપના નેતાને ખખડાવ્યા, નેતાઓને તાયફા બંધ કરવા કહ્યું! સાંભળો શાળાને લઈ શું કહ્યું નાગરિકે


  • Published By :
  • Published Date : 2023-12-11 16:59:27

અનેક વખત આપણે જોતા હોઈએ છીએ કે નેતાઓ અધિકારીઓને ખખડાવતા હોય છે. પરંતુ નર્મદાથી એક અલગ કિસ્સો સામે આવ્યો છે. વિકસિત ભારત યાત્રામાં જબરદસ્ત કિસ્સો સામે આવ્યો છે. ગામના જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લઇ લીધા હતા અને કાર્યક્રમમાં હાજર ભાજપના નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા હતા. નાગરિકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

વિકસીત ભારતની યાત્રામાં નેતાને થયો કડવો અનુભવ 

લોકશાહીમાં આપણને આપણા નેતાઓને સવાલો પૂછવાનો અધિકાર છે પણ આપણે ઘણી વાર આપણે બોલતા નથી જેના કારણે પરિસ્થિત સુધરતી નથી. નર્મદાથી વાયરલ થયેલો આ વીડિયો આપણને પણ કાંઈક શીખવાડી જાય છે. આ વીડિયો વાયરલ થયો એ ભાઈના ગામની શાળા જર્જરિત હતી પરંતુ નેતાઓ એ વાત કર્યા વગર વિકસિત ભારતની યાત્રામાં બીજી અન્ય વાતો કરી રહ્યા જેથી અકળાઈને આ ભાઈએ કહી દીધું કે આ તાયફાઓ બંધ કરો. 

શાળા બનાવવામાં કેમ સમય લાગે છે?

નર્મદાના તિલકવાડાના ઉચાદ ગામે વિકસિત ભારત યાત્રા હતી તે સમયનો કિસ્સો છે. જર્જરિત શાળાને લઈ જાગૃત નાગરિકે પ્રશાસનને આડે હાથ લીધી હતી. કાર્યક્રમમાં હાજર ભાજપ નેતાઓ અને અધિકારીઓને ખખડાવ્યા છે. આ કાર્યક્રમમાં જાગૃત નાગરિકએ જણાવ્યું હતું કે, આવા બધા તાયફાઓ બંધ કરો. અમારા બાળકો વર્ષોથી ઓટલા પર બેસીને ભણે છે. શાળા બનવામાં કેમ સમય લાગે છે. 


ભાજપના નેતાઓને ખખડાવ્યા

એક જાગૃત નાગરિક સ્ટેજ પર આવીને માઇક હાથમાં લઈને તંત્ર અને સ્થાનિક ભાજપ નેતાઓને ખખડાવ્યા હતા. તેમજ વિવિધ સુવિધાસભર સવાલો પણ કર્યા હતો જેને લઈને કેટલાક હાજર લોકોએ તાળીઓ પણ પાડી હતી જોકે આ વિડિઓ અત્યારે સોશિલય મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને પ્રશાશન પર સવાલો ઉઠાવી રહ્યો છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે