મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.
ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પરિસ્થિતિઓ સતત એસ્કેલેટ થઇ રહી છે . ઈરાને ઇઝરાયેલના શહેર હાઇફાથી લઇને તેલ અવીવ સુધી મિસાઇલો દ્વારા જબરદસ્ત હુમલાઓ કર્યા છે. જે અંતર્ગત હવે ઇઝરાયેલી રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. ઈરાની મિસાઈલોએ ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમને ભેદવામાં સફળ રહી છે. જોકે IDF એટલેકે , ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસનો દાવો છે કે તેમણે ઇરાનના ઘણા મિસાઇલો , ડ્રોન અને UAV ને આકાશમાં જ ભેદી નાખ્યા છે. વાત કરીએ ઇઝરાયેલની રાજધાની તેલ અવીવની તો , ત્યાં ઈરાને ૪ બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો . તો આ પેહલા ઇઝરાયેલ દ્વારા ઈરાન પર એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. જેમાં ઇરાનીયન રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ મોહમ્મદ કાઝેમનું મૃત્યુ થયું છે. બેઉ દેશો વચ્ચે જે પરિસ્થિતિઓ વણસી રહી છે તેના કારણે રવિવારના દિવસે ઓમાનમાં જે યુએસ સાથે પરમાણુ કરારો કરવા માટે જે વાર્તાલાપ થવાનો હતો તે ઈરાન દ્વારા કેન્સલ કરી દેવામાં આવ્યો છે.
ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા ફોક્સ ન્યુઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે , ઈરાન યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગતું હતું . કેમ કે , તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે સૌથી મોટો ખતરો છે. હવે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેમણે , ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન / ઇઝરાયેલ તણાવ વચ્ચે એક પોસ્ટ કરી છે . જેમાં તેમણે લખ્યું છે કે , જેવી રીતે ભારત અને પાકિસ્તાને ડીલ કરી તેમ , ઈરાન અને ઇઝરાયેલએ પણ ડીલ કરવી જોઈએ. આ કરારો કરવા માટે વ્યાપારનો સહારો લેવો જોઈએ . ભારત , પાકિસ્તાને યુએસ સાથે વ્યાપારનો ઉપયોગ કરીને બેઉ દેશોના નેતાઓએ નિર્ણય લીધો છે . આ પેહલા મારા પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવો વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે ઘણા દાયકાઓથી તેમની વચ્ચે સમસ્યાઓ છે. મેં તેને રોકાવડાવ્યું . ( બાઇડેનએ કેટલાક બોગસ નિર્ણયો લઇને તેમાં તકલીફો ઉભી કરી પરંતુ હું તેને ફરી એકવાર સોલ્વ કરીશ.) આ પછી ઇજિપ્ત અને ઇથિયોપિયા જે નદી પરના ખુબ મોટા ડેમ માટે લડતા હતા . તે નાઇલ નદી માટે મેં જ સમાધાન કરાવડાવ્યું . આ બધાની જેમ જ , ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પણ શાંતિ હશે. ઘણી મિટિંગો થઇ રહી છે. હું ઘણું બધું કરું છું . પરંતુ ક્રેડિટ ક્યારેય નથી લેતો . લોકો પણ તે વાતને સમજશે . મેક મિડલ ઇસ્ટ ગ્રેટ અગેઇન. "