સમસ્યાનું નિરાકરણ લાવવા માટે Patanના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે લખ્યો મુખ્યમંત્રીને પત્ર, પત્રમાં લખ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-06-07 17:22:21

લોકશાહીમાં લોકોના કાર્યો કરવા એ સરકાર અને વહીવટી તંત્રની નૈતિક જવાબદારી છે. મતદાતા જ્યારે મતદાન કરે છે ત્યારે તે માને છે કે જ્યારે તેને સમસ્યા થશે તો તે પોતાની રજૂઆત સરકાર સમક્ષ રજૂ કરી શકે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત એટલા માટે ખાસ છે કારણ કે આ રજૂઆત કોઈ સામાન્ય વ્યક્તિ કે વિપક્ષના કોઈ નેતા દ્વારા નહિ પરંતુ ભાજપના જ એક ધારાસભ્યે કરી છે. લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતોની લીડના બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે ભાજપના જ ધારાસભ્ય દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. 



પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને પડે છે મુશ્કેલી

ગુજરાતને વિકસીત રાજ્ય માનવામાં આવે છે. નળથી જળ પહોંચે છે, સારા રસ્તાઓ છે તેવી વાત અનેક વખત સાંભળી હશે.. પરંતુ આ જ વિકસીત ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે.  રાધનપુર-સાંતલપુર સમી પંથકમાં પીવાના પાણી સહિત પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 



આ વિસ્તારે 22 વર્ષમાં અનેક ધારાસભ્યો આપ્યા પરંતુ..

આ બાબતે સરકારમાં અનેક રજૂઆતો બાદ પણ પરિસ્થિતિમાં સુધારો ન આવતા છેવટે ભાજપના જ ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે લોકસભા ચૂંટણીમાં આ વિસ્તારે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતોની ભાજપને લીડ આપી છે. ત્યારે હવે આ વિસ્તારના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માંગ કરી છે. આ વિસ્તારે 22 વર્ષમાં ભાજપને ચાર ધારાસભ્યો શંકરભાઈ ચૌધરી, નાગરજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને લવિંગજી ઠાકોરને જીતાડ્યા છતાં લોકોની પાયાની સુવિધાઓ પણ હલ થઈ નથી. 



મુખ્યમંત્રીને ભાજપના ધારાસભ્યે લખ્યો પત્ર

હાલના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વારાહીમાં બસ સ્ટેન્ડ બનાવવા, પીવાના પાણીની સમસ્યા હલ કરવા, સરકારી દવાખાનાઓમાં ડોક્ટરોનો અભાવ, સરકારી કોલેજો મંજૂર કરવા, કોલેજના મકાન બનાવવા, સિંચાઇ માટે નર્મદાનું નેટવર્ક વધારવા સહિતની અનેક રજૂઆતોના પત્રો સરકારમાં પડ્યા છે. છતાં આ વિસ્તારની પરિસ્થિતિમાં સુધારો ન આવતાં છેવટે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.


પત્રમાં શેનો છે ઉલ્લેખ?

પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકસભા ચૂંટણીમાં રાધનપુર વિધાનસભા મત વિસ્તાર એ પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ 34,706 મતની ભાજપને લીડ આપી છે‌ ત્યારે આ વિસ્તારના પીવાના પાણી, આરોગ્ય, શિક્ષણ, નર્મદા કેનાલ અને રોડ રસ્તા સહિતના મહત્વના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવવા માટે રાધનપુરની જનતા વતી તેમણે વિનંતી કરી છે... મહત્વનું છે કે ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્યો દ્વારા આવા પત્રો લખવામાં આવી રહ્યા છે. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.