Parliamentમાં BJP નેતા Meenakshi Lekhiએ કહ્યું કેમ પડે છે EDની રેડ? સાંભળો એ નિવેદન


  • Published By :
  • Published Date : 2023-08-04 09:24:13

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સાંસદો દ્વારા આપવામાં આવતું નિવેદન સમાચારોની હેડલાઈન્સ બની જતું હોય છે. અમિત શાહે જે કાલે સંસદમાં ભાષણ આપ્યું તે વિશે ઘણી ચર્ચા થઈ. આ બધા વચ્ચે જ્યારે દિલ્હી વટહુકમ વિધેયકની ચર્ચા થઈ રહી ત્યારે ભાજપના સાંસદ મિનાક્ષી લેખી એવું કંઈક બોલી ગયા કે તેની ચર્ચા ચારેયકોર થવા લાગી છે. પોતાના ભાષણ દરમિયાન EDની વાતો થઈ તો તેમણે કહ્યું કે શાંત રહો નહીં તો તમારા ઘરે ED આવી જશે. મતલબ કે તમારા ઘરે EDના દરોડા પડશે.  આ વાક્ય બોલ્યા પછી તેમણે કહ્યું કે આ મજાક હતું. પછી તે પોતાના સંબોધનમાં વ્યસ્ત થઈ ગયા. 

અમિત શાહે કેજરીવાલ સરકાર પર કર્યા હતા પ્રહાર 

દિલ્હીમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર વચ્ચે ચાલતા ઘમાસાણ વિશે આપણે સૌ જાણીએ છીએ. ગઈકાલે જ દિલ્હીની આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા પોતાના નિવેદનમાં અમિત શાહે કહ્યું કે 2015 પછી દિલ્હીમાં એવી સરકાર આવી છે જેનો લક્ષ્ય માત્ર ઝઘડવાનું છે. ત્યારે સંસદમાં બીજેપીના નેતાએ પણ આમ આદમી પાર્ટી પર નિશાન સાધી કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યા છે. પોતાના નિવદેનમાં મિનાક્ષી લેખીએ કહ્યું કે જ્યારે દિલ્હીની જનતાને અસુવિધા પડે છે ત્યારે જનતા તેમનો સંપર્ક કરે છે ન તો આમ આદમી પાર્ટીનો. 

આમ આદમી પાર્ટીએ મિનાક્ષી લેખીના નિવેદન પર કર્યો કટાક્ષ

મિનાક્ષી લેખીના EDવાળા નિવેદન પર વિપક્ષી પાર્ટીઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  આમ આદમી પાર્ટીએ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું છે કે સત્તાના નશામાં ચૂર મોદી સરકારની મંત્રીએ સંસદમાં વિપક્ષી સાંસદોને ખુલ્લેઆમ EDના દરોડા પડવાની ધમકી આપી. આ ધમકી ભરેલુ નિવેદન આ વાતને સ્પષ્ટ કરી રહ્યું છે કે પીએમ મોદી, વિપક્ષના અવાજને દબાવવાનો પ્રયાસ કરવા માટે EDની રેડનો ખોટો ઉપયોગ કરે છે. કોંગ્રેસના નેતાઓએ પણ તેમના નિવેદનને ટ્વિટ કરી લખ્યું કે આ ચેતાવણી છે કે ધમકી?


લોકોના મનમાં આવ્યો હશે આ વિચાર 

આ નિવેદનને સાંભળી લોકોના મનમાં આ જ વાત આવતી હશે કે વાત તો સાચી છે, જ્યારે જ્યારે કોઈ સરકાર વિરૂદ્ધ બોલે છે, કોઈ વિદ્રોહ કરે છે તો તેમના ઘરમાં EDની રેડ પડે છે. આપણી સામે અનેક એવા ઉદાહરણો છે જેમાં આ વાત સાચી પડતી હોય તેવું લાગે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.