પોરબંદરમાં અનૈતિક સંબંધોને સંતોષવા પ્રેમી સાથે મળી પત્નીએ પતિનું કાસળ કાઢ્યું, ત્રણની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-09 18:54:46

 પોરબંદર શહેરના છાયા દેવજીચોકના રહેણાંક મકાનમાં રાજુ ઓડેદરા નામના યુવાનની હત્યાનો ભેદ કમલાબાગ પોલીસે ગણતરી કલાકોમાં ઉકેલી આરોપીઓની ધરપકડ કરી છે. પ્રેમ સબંધમાં પતિનો કાંટો કાઢવા હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. કમલાબાગ પોલીસ સ્ટેશનના છાંયા દેવજીચોક વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઓડેદરાની હત્યા થઈ હતી.આ બાબતે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે, રાજુભાઈ ઓડેદરાની પત્ની કૃપા ઉર્ફે કપુનો પ્રેમ સબંધ રાજકોટના નિતેષ વેકરીયા જોડે ચાલી રહ્યો હતો. નિતેષ વેકરીયા, કૃપા અને કૃપાનો ભાઈ વિશાલ સામાણીએ રાજુ ઓડેદરાની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.અને રાજુ ઓડેદરાની હત્યાને અંજામ આપ્યો હતો.આ મામલે કમલાબાગ સ્ટેશનમાં કલમ 302 હેઠળ આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવવામાં આવ્યો છે. અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.


શું હતો સમગ્ર મામલો?


પોરબંદર શહેરના છાંયા દેવજી ચોકમાં રહેતા રાજુ ઓડેદરાના આઠ વર્ષ પૂર્વે છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલી ઉર્ફે કપૂ સાથે રાજુ ઓડેદરા એ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાત વર્ષની દીકરી કિંજલ છે. છેલ્લા સાત આઠ મહિનાથી પુત્રવધુ કૃપાલી ઉર્ફે કપૂ દીકરી કિંજલ સાથે પતિ રાજુથી અલગ પોતાના પ્રેમી નિતેશ વેકરીયા સાથે રાજકોટ ખાતે રહી હતી. તેમજ તેના છ મહિના બાદ કૃપાલી દીકરી કિંજલ સાથે ફરી રાજુ પાસે રહેવા આવી હતી અને 15 દિવસ પછી પાછી રાજકોટ ખાતે નિતેશ વેકરીયા સાથે રહેવા જતી રહી હતી.જેથી રાજુ કોઈ પણ રીતે પત્ની કૃપાલીને ઘરે લાવવા માંગતો હતો. રાજૂની પત્ની કૃપાલીને ઘરે લાવવામાં આવ્યા બાદ  કૃપાલીએ કાવતરું ઘડ્યું હતું અને તેના પ્રેમી નિતેશ વેકરિયા અને કૃપાલીના ભાઈ વિશાલ સામાણી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે