ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં ધોરાજીના ખેડૂતે ડુંગળીના ઢગલા વચ્ચે લગાવી સમાધિ, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-19 14:38:02

કેન્દ્ર સરકારે ડુંગળીના વધતા ભાવ પર અકુંશ લાવવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ ખેડૂતો જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. ડુંગળીની નિકાસબંધીના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેથી ખેડૂતો દ્વારા ડુંગળીની નિકાસબંધી હટાવવાની માંગ સાથે પ્રદર્શન કરી રહ્યા છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં થોડા દિવસો પૂરતી માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ પણ રહી હતી. વળી નિકાસબંધીના કારણે ડુંગળીના ભાવોમાં પણ જોરદાર ઘટાડો આવ્યો છે. ખેડૂતોના પડ્યા પર પાટુ જેવી સ્થિતિ પેદા થઇ છે.  આ કારણે સમગ્ર રાજ્યના ખેડૂતો જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતો ડુંગળીનું મફતમાં વિતરણ કરીને તથા રસ્તા પર ફેંકી વિરોધ દર્શાવી રહ્યા છે જો કે એક ખેડૂતે તો રીતસર સમાધી લગાવી છે.


ડુંગળીના ઢગલા વચ્ચે સમાધિ 

 

ડુંગળીની નિકાસબંધી અને ઘટતા ભાવ વચ્ચે ધોરાજીના એક ખેડૂતે અનોખી રીતે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. ધોરાજીના એક ખેડૂતે પોતાના ખેતરમાં જ પોતાના જ  ડુંગળીના ઢગલામાં સમાધિ લગાવી છે. હાલમાં ખેડૂતોનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ધોરાજીના એક ખેતરમાં એક ખેડૂતો પોતાના માથા સુધી ડુંગળીનો ઢગલો કર્યો છે અને તેમાં તે સમાધિ લગાવતા જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, અત્યારના સમયે રાજ્યના ડુંગળી પકડવા ખેડૂતોના ખેતરમાં ડુંગળીનો તૈયાર પાક રઝળી રહ્યો છે. પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં, અને નિકાસબંધી લાગુ છે. આવી સમસ્યાઓનું સરકારે સત્વરે સમાધાન કરવું જરૂરી છે. ડુંગળીની સમસ્યાનુ નિરાકરણ કરવાની ખેડૂતો માંગ કરી રહ્યાં છે. આ વિરોધમાં ધોરાજી ઉપરાંત ઉપલેટા, ભાયાવદર સહિતના ગામોના ખેડૂતો જોડાયા છે, અને ડુંગણી પરની નિકાસ પ્રતિબંધી હટાવવા માંગ કરી રહ્યાં છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે