Rajasthanમાં જનતાએ Ashok Gehlot પાસેથી છીનવી લીધું 'રાજ'! હાર પાછળ Ashok Gehlot જવાબદાર છે?


  • Published By :
  • Published Date : 2023-12-03 17:21:24

રાજસ્થાનની પરંપરા યથાવત હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનમાં સત્તાની રોટી પલટી ગઈ. અત્યાર સુધીના પરિણામો જોતાં તમામ ચર્ચાઓથી વિપરીત સ્થિતિ બની છે. વાત જાણે એમ છે કે, વાસ્તવમાં રાજ્યમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા રહી છે. પરંતુ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતની જનઉપયોગી સરકારી યોજનાઓને કારણે રાજ્યમાં એન્ટિ-ઈન્કમ્બન્સી નહિવત હતી. જેના કારણે એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ રાજ્યમાં વાપસી કરી શકે છે.

Rajasthan CM Ashok Gehlot Will Arrived Gujarat On 10 October 2022 |  રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 10 ઓક્ટોબરે આવશે ગુજરાત, જુઓ વીડિયો

ગેહલોતની વ્યક્તિગત ભૂલો કોંગ્રેસને ભારે પડી?

કોંગ્રેસની રાજસ્થાનમાં હાર પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે.  આ કારણો પાર્ટીનાં સ્તર પર પણ હોઈ શકે છે. જે રીતે જો કોંગ્રેસની સરકાર બની હોત તો તેની પાછળ અશોક ગહેલોતનો હાથ હોય તેવી જ રીતે જો પાર્ટી હારી ગઈ છે તો તેની પાછળ પણ અશોક ગહેલોતની કેટલીક વ્યક્તિગત ભૂલો જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અનેક એવી ભૂલો કરી જેના લીધે સીટ તેમના હાથમાંથી નિકળી ગઈ. પાર્ટીની સાથે રહેવું જરૂરી હોય છે પણ પોતાનું અલગ વર્ચસ્વ બનાવવાનાં ચક્કરમાં કદાચ ગહેલોત પાર્ટીનાં નેતા હોવાનું ચૂકી ગયાં હોય તેવું લાગ્યું. 

અશોક ગેહલોતની અંગત ભૂલ હાર પાછળ અનેક અંશે જવાબદાર!

કોંગ્રેસને રાજ્યમાં પૂર્ણ બહુમતી ન મળવાના ઘણા કારણો છે. આ કારણો પૈકી ઘણી ભૂલો પાર્ટી સ્તરે પણ છે. પરંતુ જે રીતે કોંગ્રેસની સરકાર બનશે તો અશોક ગેહલોત સૌથી મોટી ભૂમિકામાં હોત પણ હવે પાર્ટી સત્તામાં નહીં આવતા અશોક ગેહલોતની કેટલીક અંગત ભૂલો તેના માટે જવાબદાર છે.  અશોક ગેહલોતે ઘણી ભૂલો કરી છે જે તેઓ ઇચ્છતા તો ટાળી શક્યા હોત. ગેહલોત જાણતા હતા કે તેઓ જે કંઈ પણ કરી રહ્યા છે તેની પાર્ટી પર પ્રતિકૂળ અસર થવાની છે, પરંતુ તેમની નજર નક્કી કરતી વખતે તેઓ ભૂલી ગયા કે પક્ષ સિવાય કોઈ નેતાનું અસ્તિત્વ નથી.



કાર્યકર્તાઓ સાથે વાત કરવાનું ટાળવાનું ગેહલોતે! 

રાજસ્થાનના રાજકારણને નજીકથી નિહાળનારાઓનું માનવું છે કે અશોક ગેહલોતે ક્યારેય કોંગ્રેસના બળવાખોર ઉમેદવારોને મનાવવાનો પ્રયાસ કર્યો નથી. જો તે ઇચ્છતા હોત તો તેમણે ચૂંટણી લડવાથી ના પાડવા માટે તેમના પદ અને પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી શક્યા હોત. પરંતુ અશોક ગેહલોત ડબલ ગેમ રમી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પોતે ઈચ્છે છે કે પાર્ટીને પૂર્ણ બહુમત ન મળે. કારણ કે તેમને ખાતરી છે કે એકવાર તેમને પૂર્ણ બહુમતી મળી જશે તો સરકાર બનાવવાની ચાવી તેમના હાથમાંથી નીકળી જશે અને પાર્ટી હાઈકમાન્ડ પાસે જશે. ગેહલોત જાણે છે કે, જો તેમને પૂર્ણ બહુમતી નહીં મળે તો પાર્ટીમાં તેમનો પ્રભાવ જળવાઈ રહેશે અને કોઈક રીતે ચાલાકી કરીને તેઓ ફરીથી મુખ્યમંત્રી બનશે. આ જ કારણ હતું કે, ગેહલોતે તેમના સમર્થક બળવાખોરો સામે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરવાનું ટાળ્યું હતું. તેવી ચર્ચાઓ થઈ રહી છે. 

વારંવાર પેપરલીકનો મુદ્દો પણ નડ્યો હોય

રાજસ્થાન સરકારી નોકરીઓમાં થતાં ઘોટાળાનું કેન્દ્ર બની ગયું. પાંચ વર્ષમાં આશરે 17 વખત પેપરલીક થઈ ગયાં. રાજ્યમાં નોકરીઓની સેલ લાગી ગઈ અને પૈસા આપીને કોઈ ખરીદી પણ રહ્યું હતું. રાજ્યમાં 18થી 21 વર્ષનાં યુવા વોટર્સની સંખ્યા આશરે 66 લાખ છે. તેઓ નોકરીમાં ભ્રષ્ટાચાર અને પેપરલીકથી દુખી છે. ભાજપે ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો.

CM અશોક ગેહલોત અને સચિન પાયલટને પહેલા ઝાટકે મળી ગઈ ટીકિટ, જાણો ક્યાંથી લડશે  ચૂંટણી I Congress releases first list for Rajasthan Election, Gehlot to  contest from Sardarpura, Pilot from Tonk 

ગેહલોત અને પાયલોટની લડાઈની પરિણામ પર પડી અસર?

શું ગેહલોત અને સચિન પાયલટના વિખવાદના કારણે રાજસ્થાન કોંગ્રેસના હાથમાંથી ગયું તે પણ એક સવાલ થઈ રહ્યો છે. સચિન પાયલટ સાથેની લડાઈમાં અશોક ગેહલોત કોઈપણ કિંમતે સચિન પાયલટને કંઈ આપવા તૈયાર ન હતા. સચિને ડેપ્યુટી સીએમનું પદ પણ ગુમાવ્યું એટલું જ નહીં તેમને સંગઠનમાં કોઈ પદ પણ આપવામાં આવ્યું ન હતું. કારણ કે ગેહલોત આ માટે તૈયાર ન હતા. સચિન માટે ઘણી વખત અપમાનજનક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. જ્યારે સચિન પાયલટે 2018માં કોંગ્રેસને સત્તામાં લાવવા માટે કેટલી મહેનત કરી હતી તે બધા જાણે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે