Rajasthanમાં PM Modiએ સભા ગજવી, જનસભામાં તેમણે કહ્યું કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 15:23:35

મધ્યપ્રદેશ તેમજ છત્તીસગઢ માટે ગઈકાલે મતદાન પૂર્ણ થયું ત્યારે હવે રાજકીય પાર્ટીનું સંપૂર્ણ ફોક્સ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પર છે. થોડા દિવસો બાદ રાજસ્થાનમાં ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોરશોરથી ચાલી રહ્યો છે.  પાર્ટીના દિગ્ગજ નેતાઓ રેલી ગજવી રહ્યા છે.

 

જનતાને આપ્યું નવું સૂત્ર - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર! 

જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચાર પણ તેજ થઈ ગયો છે. જનસભામાં રાજનેતાઓ પોતાની પાર્ટીના વખાણ કરે છે અને બીજી રાજકીય પાર્ટીઓ શાબ્દિક પ્રહાર કરતા દેખાઈ રહ્યા છે. ત્યારે રાજસ્થાનમાં દિગ્ગજ નેતાઓનો મેળાવડો જોવા મળ્યો છે. એક તરફ પીએમ મોદીએ રાજસ્થાનમાં જનસભાને સંબોધી હતી તો બીજી તરફ રાજસ્થાનમાં  કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. ભરતપુર ખાતે પીએમ મોદી જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણ દરમિયાન એક નવું સૂત્ર સામે આવ્યું - 3 ડિસેમ્બર કોંગ્રેસ છૂ મંતર.


રાજસ્થાનની સરકાર પર પીએમ મોદીએ કર્યા પ્રહાર 

રાજસ્થાનમાં તેમજ તેલંગાણામાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મતદાતાને રિઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. પીએમ મોદી રાજસ્થાનમાં અનેક જનસભામાં સંબોધન કરી રહ્યા છે. તે ઉપરાંત અનેક સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે આજે પીએમ મોદી રાજસ્થાનના ભરતપુરમાં જનસભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે એક તરફ ભારત દુનિયામાં આગળ વધી રહ્યું છે તો બીજી સરફ રાજસ્થાનમાં વિતેલા પાંચ વર્ષોમાં શું થયું તે તમે જાણો છો. કોંગ્રેસે રાજસ્થાનને ભ્રષ્ટાચાર, તોફાનો અને અપરાધોમાં અગ્રણી બનાવી દીધું છે.


કોંગ્રેસ પણ જોરશોરથી કરી રહી છે ચૂંટણી પ્રચાર 

તે ઉપરાંત તેમણે કહ્યુંકે કોંગ્રેસે રાજસ્થાનની મહિલાઓનો વિશ્વાસ તોડી નાખ્યો છે. જે મુખ્યમંત્રી કહી રહ્યા છે કે મહિલાઓ રેપના ખોટા કેસ દર્જ કરાવે છે તે શું મહિલાઓની સુરક્ષા કરી શકશે?કોંગ્રેસની વિચારશ્રેણી કેવી છે તેનો અંદાજો કોંગ્રેસના એક મંત્રીના નિવેદન પરથી જાણી શકાય. તે ઉપરાંત અનેક વાતોને લઈ પીએમએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ ભાજપ પર નિશાન સાધવામાં આવ્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. 



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.