આવા ક્રુર ચોર વિશે તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યું હોય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 11:02:58

આવી ક્રૂરતા !! ઝાંઝર માટે વૃદ્ધાના પગ કાપી નાખ્યા 

લોકોની ક્રૂર માનસિકતા છતી કરતા કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે. એવામાં વધુ એક ઘટના રાજસ્થાનથી જોવા મળી છે. રવિવારે  રાજસ્થાનના જયપુરથી હ્રદય કંપાવી દે એવી ઘટના સામે આવી છે. જયપુરના મીના કોલોનીમાં પોતાની પુત્રી સાથે જમુના દેવી નામના વૃદ્ધા રહે છે. રવિવારે વહેલી સવારે ચોર તેમના ઘરમાં ઘૂસી ગયો હતો. ચોર જમુના દેવીનું મોઢું દબાવી ઢસડીને બાથરૂમમાં લઇ ગયા હતા અને તેમના પગ કાપીને ચાંદીની ઝાંઝર લઈને ફરાર થઈ ગયા હતા.


વૃદ્ધાની ઉંમર 100 વર્ષથી વધુ છે

સમગ્ર મામલે પોલીસએ જણાવ્યુ કે, સવારના 5 વાગ્યાની આસપાસ આરોપીઓ ઘરમાં ઘૂસી જમુના દેવીના પગ કાપી નાખ્યા હતા. ત્યારબાદ ચાંદીની બંગડી પણ લૂંટી લીધી હતી. આરોપીઓની ક્રૂરતા એટલેથી અટકી નહોતી ,આરોપીઓ જમુના દેવીના ગળામાં રહેલ હારને લૂંટવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ આવી જશે એ ડરથી આરોપીઓ નાસી ગયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ જયારે તેમની પુત્રી જગ્યા ત્યારે તેમણે જોયું કે જમુના દેવી તેમના પલંગ પર નથી ,ત્યારે તેમને જમુના દેવીને બાથરૂમમાં બેભાન હાલતમાં જોયા. તેમણે તાત્કાલિક જમુના દેવીને હોસ્પિટલમાં ખસેડયા હતાં, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.



ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.