રાજકોટમાં દારુ પીધેલી હાલતમાં સામાન્ય તકરારમાં પોલીસ કર્મચારીએ યુવકો પર લાકડી વડે કર્યો હુમલો


  • Published By : Admin
  • Published Date : 2025-04-07 19:41:32

આ તો શાંતિપ્રિય ગુજરાત છે આ વાત કદાચ હવે પન્નાઓમાં લખાશે. કેમ કે એ જ ગુજરાતમાં રક્ષક ભક્ષક બની રહ્યો છે. મર્યાદા, ફરજ કર્તવ્ય ભૂલી રહ્યો છે. જવાબદારી ભૂલીને બેફામ બની રહ્યો છે. હું વાત રાજ્યની પોલીસની કરી રહી છું.. દર બે દિવસે સામે આવતી ઘટનાઓ પોલીસ કર્મચારીઓ અને તેમની કામગીરી પર સવાલ કરી રહ્યાં છે. એ તસવીરો આપણને સલામત ગુજરાતની કેમ નથી લાગતી.  એ તસવીરો આપણને શાંતિ અને સુરક્ષાનો અહેસાસ કેમ નથી કરાવતી એ સવાલ સતત થઈ રહ્યો છે. રાજકોટમાં પોલીસ કર્મચારી બેફામ બન્યો અને યુવાનોને જાહેરમાં માર માર્યો. એ યુવકોની ભુલ શું હતી તેના વિશે વાત કરવી છે..

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો. બેફામ માર માર્યો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પોલીસ લખેલી કારમાં જે પોલીસ કોન્સ્ટેબલ છે એ ફુલ નશાની હાલતમાં હતા.. નામ એમનું દિવ્યરાજસિંહ જાડેજા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે.

આપણે ત્યાં સાવ સરળ ભાષામાં એવું કહેવાય કે બાળક હોય તે શીખે ક્યાંથી મોટા જે કરતા હોય તેનામાંથી.. આપણે ત્યાં તો દર થોડા દિવસે રસ્તા પર ન્યાય કરતી પોલીસ દેખાય.. અને એને જોઈને ગુંડાતત્વોને પણ હિંમત આવે રસ્તા પર ન્યાય કરવાની. સૌથી મોટી વાત જ એ છે કે પોલીસ કર્મચારી નશાની હાલતમાં છે. સામાન્ય રીતે વાહન ટકરાય તો કોઈપણ વ્યક્તિ કહેવાનું છે કે સરખી રીતે ચલાવો. પોરબંદરમાં પણ કરણ ઓડેદરા સાથે આ જ થયું. પોલીસના કહેવા પ્રમાણે કરણ નશામાં હશે પણ જે રીતે પોલીસે એને કસ્ટડીમાં માર માર્યો. એ શું પોલીસની ખાખીને શોભે એવું કામ હતું. અરવલ્લીમાં મંત્રીના દિકરાઓએ ચાઈનીઝની લારી વાળાને માર્યું. દરેકને કાયદો જાણે બાપની જાગીર છે એમ હાથમાં લઈને જ ફરવું છે. પોતાને જજ બની જવું છે. પોલીસ હોવાનો અર્થ એવો બિલકુલ નથી હોતો કે તમે ભુલ કરો તો એની સજા તમારા શરીર પર ખાખી છે એટલે તમારા માટે ન હોય. દરેક માટે કાયદો સરખો જ છે. પણ સવાલ એ છે કે લાગુ ક્યાં થાય છે. પોલીસ કર્મચારી કર્તવ્ય નિષ્ઠા કે ફરજ જો સમજતો હોત તો દારુ પીને જ ન નીકળ્યો હોત. તો બેફામ ગાડી પણ ન ચલાવી હોત અને ટકરાવવાની પણ નોબત ન આવી હોત. કાયદાનું ભાન માત્ર ગુનેગારોને નથી કરાવવાનું હોતું. આવા બેફામ બનેલા પોલીસ કર્મચારીઓને પણ કરાવવાનું હોય છે. રાજકોટની પોલીસ આ જોઈ લો તમારા જ ડિપાર્ટમેન્ટનો એક માણસ પોતાની કરતુતોને કારણે આખા ડિપાર્ટમેન્ટને બદનામ કરી રહ્યો છે.. હવે શું સજા કરશો..વરઘોડો કાઢશો. કાર્યવાહી કરશો. આવી જ તસવીરો ગુજરાતને સેફ , સલામત સુરક્ષિત કે શાંત નથી મહેસુસ કરવા દેતી.. અપેક્ષા રાખીએ કે કાયદાને તોડનાર દરેક વ્યક્તિ પર કડક કાર્યવાહી થાય. 



ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.