આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? સગા બાપે દિકરીને ગર્ભવતી બનાવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 22:05:29

Story by Samir Parmar

આપણા સંબંધો ક્યાં જઈ રહ્યા છે એ જ ખબર નથી પડી રહી. માણસની હવસે સંબંધની સીમાની રેખાને ઠેકડો મારીને ઓળંગી દીધી છે. રાજકોટમાં ઘટના ઘટી છે, સાંભળશો તો તમેં ધ્રુજી ઉઠશો, તમારી આંખના આંસુ રોકી નહીં શકો. કારણ કે સગા બાપે 18 વર્ષની દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું. દિકરીને પેટમાં દુખતા તેણે માતાને ફરિયાદ કરી હતી. મા પોતાની દિકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ ત્યારે ખબર પડી કે દિકરીને દોઢ માસનો ગર્ભ છે. 18 વર્ષની દિકરીની માએ પૂછપરછ કરી તો તેણે જે સાંભળ્યું તે સાંભળીને તેના પગ નીચેની જમીન ખસી ગઈ......


એ મા પર શું વીતી હશે જ્યારે તેને પતિની કરતૂતની ખબર પડી...

રાજકોટના એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં રિક્ષા ચાલક બાપે 18 વર્ષની કુમળી દિકરીને પત્ની ઘરે ના હતી ત્યારે પીંખી નાખી હતી. માતાને આ વાતની ખબર ના હતી. દિકરીએ પણ માતાને પિતાના આ હદ સુધીની કરતૂતની કહી ના હતી. દિકરીને જ્યારે ગર્ભ રહી ગયું અને પોતાની માતાને પેટમાં દુખવાની ફરિયાદ કરી ત્યારે માતા તેને ડોક્ટરની પાસે લઈ ગયા હતા. ત્યાર બાદ જે ઘટના ઘટી તે તમને ધ્રુજાવી દેશે. 


18 વર્ષની કિશોરી બોલી, "ગર્ભ પપ્પાનો છે..." 

ડોક્ટરના રિપોર્ટમાં 18 વર્ષની દિકરી ગર્ભવતી હોવાની ખબર પડી. માતા પણ સાથે જ હતી. માતાએ દિકરીને શું થયું તે જાણવા બધુ પૂછ્યું. માતા દિકરીને પૂછતી જ રહી હતી કે બધુ કેવી રીતે થયું. દિકરી કંઈ ના બોલી શકી, બસ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગી. અંતે દિકરીએ જે કહ્યું તે સાંભળીને માતાના પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ હશે. 


દિકરી 11 વર્ષની હતી ત્યારથી બાપ અડપલા કરતો હતો 

દિકરીની પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેનો બાપે જ ગર્ભ રાખી દીધો હતો. દિકરી જ્યારે 11 વર્ષની હતી ત્યારથી બાપે આવી હરકતો શરૂ કરી દીધી હતી. માતાને ખબર હતી કે અડપલા કરે છે પણ આ હદ સુધી વાત પહોંચી જશે તે માતાને ખબર ના હતી. માતાએ પતિની કરતૂત સામે જ્યારે ફરિયાદ કરતી ત્યારે તેનો પતિ તેને મારતો હતો. દિકરી પણ કંઈ કરી શકતી ના હતી. કરે પણ શું? કહે તો કહે પણ કોને અને કહે તો કહે પણ શું?


રાજકોટ પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવી 

રાજકોટ એ ડિવિઝન પોલીસના વિસ્તારની આ ઘટના છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે દિકરીના બાપ પર પોક્સો હેઠળ ફરિયાદ કરી છે. પોલીસે જે કલમ હેઠળ સજા કરી છે તે અંતર્ગત બાપને 10 વર્ષની સજા કે આજીવન જેલ પણ થઈ શકે છે. આ ગંભીર ગુનામાં બાપને કડકમાં કડક સજા થાય તેના માટે સ્પેશિયલ કોર્ટમાં સ્પેશિયલ વકીલ નિમાયા છે. 


જી હાં! આપણે કળિયુગમાં જીવી રહ્યા છીએ, પણ કળિયુગમાં પણ આવી સ્થિતિ કોઈના જીવનમાં ના આવવી જોઈએ. આપણો સમાજ કઈ બાજુ વળાંક લઈ રહ્યો છે? આવા બાપ હોય? સગા બાપે પોતાની ફૂલ જેવી દિકરીની ઝીંદગી નરક બનાવી દીધી. આ ઘટના બાદ દિકરીની માતા પણ કરુણ પરિસ્થિતિમાં મૂકાઈ ગઈ છે. સમગ્ર મામલે હવે કેવી સજા થશે તે કોર્ટની સુનાવણી બાદ જ ખબર પડશે પણ આપણે સારા સમાજની રચના કરવી જ પડશે નહીં તો......  





એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.