Rajkotમાં Shaktisinh Gohilએ કોંગ્રેસની ખામીનો સ્વીકાર કરતા આપ્યું મોટુ નિવેદન, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-20 14:24:52

ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત લોકસભાની ચૂંટણી માટે મતદાન થઈ પૂર્ણ થઈ ગયું છે.. આ વખતની ચૂંટણીમાં અનેક એવી બેઠકો હતી જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે રસાકસી જોવા મળી હતી. કોણ જીતશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે અને આ બધા વચ્ચે શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે જેમાં બૂથ મેનેજમેન્ટને લઈ વાત કરી રહ્યા છે. બૂથ મેનેજમેન્ટમાં કોઈ કચાશ રહી ગઈ છે તેવી વાત તેમણે કરી હતી.. 

કોંગ્રેસના નેતાઓને 14-15 બેઠકો જીતવાનો આશાવાદ     

દેશમાં આજે પાંચમા તબક્કા અંતર્ગત મતદાન ચાલી રહ્યું છે... ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે.. ગુજરાતના પરિણામ પર સૌ કોઈની નજર રહેતી હોય છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો હાલ ભાજપ પાસે છે અને આ વખતે પણ તમામ બેઠકો ભાજપને મળશે તેવો આશાવાદ ભાજપ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ ગુજરાતની તમામ બેઠકો ભાજપ પાંચ લાખની લીડથી જીતશે તેવી વાત ભાજપ દ્વારા કરાઈ રહી છે તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરાઈ રહ્યો છે કે 14થી 15 જેટલી બેઠકો કોંગ્રેસને મળશે. 


રાજકોટ પહોંચ્યા હતા શક્તિસિંહ ગોહિલ 

નિષ્ણાંતો માને છે કે પ્લાનિંગ સાથે ભાજપ આગળ વધે છે જ્યારે કોંગ્રેસમાં સંગઠનની કમી છે.. આ બધા વચ્ચે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. જ્યારે તેમની સાથે રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી પણ હાજર હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., 


આ બેઠકો રસપ્રદ છે કારણ કે... 

મહત્વનું છે કે અનેક બેઠકો ગુજરાતની એવી હતી જ્યાં ભાજપ અને ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે ટફ ફાઈટ હતી.. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની સામે ડો, રેખાબેન ચૌધરી તો ભરૂચમાં મનસુખ વસાવાની સામે ચૈતર વસાવા.. આણંદમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અમિત ચાવડા અને ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ.. તે સિવાય અનંત પટેલની ટક્કર સામે ધવલ પટેલ સામે થવાની છે. દરેક પાર્ટી જીતનો આશાવાદ વ્યક્ત કરી રહી છે પરંતુ પરિણામ ચોથી જૂનના રોજ ખબર પડશે કે ક્યાં કોની જીત થઈ છે.. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .