પાકના બલુચિસ્તાનમાં ટ્રેન થઈ “હાઇજેક”!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-11 21:43:39

પાકિસ્તાનથી એક સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે , તેના બલુચિસ્તાન પ્રાંતમાં એક ટ્રેનમાં સ્થિત ૧૨૦ લોકોનું અપહરણ કરવામાં આવ્યું  છે.  આ સમગ્ર હુમલાની જવાબદારી બલુચિસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે . આ હુમલાથી બલુચિસ્તાન પ્રાંતમાં અલગાવવાદી  તાકાતોનું પ્રભુત્વ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે . 

આપણો પાડોશી દેશ પાકિસ્તાન . તેનું એક રાજ્ય જેનું નામ છે બલુચિસ્તાન. આ પ્રાંતમાં અવારનવાર પાકિસ્તાની સેના અને સત્તાધીશોની સામે હિંસક દેખાવો થતા રહે છે એટલુંજ નહિ આ અલગાવવાદી તાકાતો આતંકવાદી હુમલા પણ કરે છે . 

હવે જે સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે તે જાણીને તમે ચોંકી જશો કેમકે , બલુચિસ્તાન લિબરેશન આર્મીએ ફાયરિંગ કરીને જાફર એક્સપ્રેસ નામની ટ્રેનમાં રહેલા આશરે અંદાજે ૧૨૦ જેટલા યાત્રીઓનું અપહરણ કર્યું છે . સમાચાર એ પણ પ્રાપ્ત થઇ રહ્યા છે કે ,   પાકિસ્તાની સેના સાથે અથડામણમાં ૧૧ જવાનોના મોત થયા છે . 

આ અલગાવવાદી સંગઠને એવી પણ ધમકી આપી છે કે જો પાકિસ્તાની સેના નઈ હટે તો , અમે બધાજ બંધકોને મારી નાખીશુ. 

સ્થાનિક મીડિયાએ આ સમાચારને પુષ્ટિ આપતા કહ્યું છે કે , જેવી જ આ જાફર એક્સપ્રેસ બલુચિસ્તાનની રાજધાની કવેટાથી નીકળી , તેવું જ તેનું અપહરણ કરવામાં આવ્યું છે . 

બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ ટ્રેન પર કોઈ અંતરયાળ  વિસ્તારમાં ફાયરીંગ કર્યું છે , આ પછી તેને પાટા પરથી ઉતારી દેવામાં આવી છે . 

પાકિસ્તાનના  રેલવે મંત્રાલય મુજબ આ જાફર એક્સપ્રેસના ૯ કોચ અને તેમાં રહેલા ૪૫૦ પેસેન્જર પાસે કોઈ જ સંપર્ક સ્થપાયો નથી .  

જોકે પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે , આ ટ્રેનને આતંકવાદીઓના કબ્જામાંથી છોડાવવા માટે એક ઓપરેશન શરુ કરી દેવામાં આવ્યું છે . વાત કરીએ આ જાફર એક્સપ્રેસની તો તે , બલૂચિસ્તાનની રાજધાની કવેટા શહેરથી  , ખૈબર પખ્તુન્વાના પેશાવર સુધી ચાલે છે . 

બલુચિસ્તાન લિબરેશન ગ્રુપ આ એક અલગાવવાદી સંગઠન છે જે , બલુચિસ્તાનની આઝાદીની માંગણી કરતુ રહે છે .

વાત બલુચિસ્તાન પ્રાંતની તો તેની સરહદ ઈરાન અને અફઘાનિસ્તાન સાથે લાગે છે . ખનીજ સંસાધનોથી ભરપૂર રાજ્ય છે. ત્યાં અવારનવાર પાકિસ્તાનથી આઝાદ થવાના આંદોલન થતા રહે છે. આ વિસ્તારમાં રહેતા બલુચ લોકો સતત પાકિસ્તાની સરકાર અને સેના તરફથી ઉપેક્ષાનો સામનો કરતા રહે છે . 

હાલના સમયમાં પાકિસ્તાનની ચાઈના પર નિર્ભરતા વધતી જાય છે . સાથે જ અફઘાનિસ્તાનની નવી તાલિબાની સરકારે તો પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી . તેની આર્થિક પાયમાલીના લીધે અલગાવવાદી તાકાતો પાકિસ્તાનમાં ખુબ જ સક્રિય બની રહી છે. થોડા સમય પેહલા , પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલેકે (POK ) માં આઝાદી માટે હિંસક આંદોલનો થયા હતા . 

તો તમારું શું કેહવું છે બલુચિસ્તાનમાં થઇ રહેલા આ અલગાવવાદી આંદોલન પર કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .