Suratમાં પતંગની દોરીએ વધુ એક યુવતીનો લીધો ભોગ, ગળામાં દોરી આવી જતા ઈજાગ્રસ્ત થઈ અને પછી.....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-12 12:57:29

સામાન્ય રીતે આપણે ત્યાં કોઈ પણ તહેવારની ઉજવણી ઘણા સમય પહેલાથી શરૂ થઈ જાય છે. ભલે પહેલા જેવો તહેવારને લઈ લોકોમાં ઉત્સાહ નથી રહ્યો પરંતુ તહેવાર આજે પણ લોકો મનાવે છે. ઉત્તરાયણને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉત્તરાયણને પહેલા અનેક લોકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે. પરંતુ પતંગની દોરી કોઈના માટે પ્રાણઘાતક પણ સાબિત થતી હોય છે. થોડા સમય પહેલા પણ એક આવો કિસ્સો સામે આવ્યો હતો ત્યારે ફરી એક ઘટના સુરતથી સામે આવી છે જેમાં યુવતીનું મોત દોરીને કારણે થયું છે. 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત ટૂંકી સારવાર બાદ થતા પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની ઉઠી હતી અર્થી  

પતંગ ઉડાવવાનો શોખ અનેક લોકોને હોય છે. તહેવારને ધ્યાનમાં રાખી અનેક લોકોએ પતંગ ચગાવવાની શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ આ પતંગની દોરીને કારણે અનેક લોકોના જીવ સંકટમાં મૂકાય છે. દોરીને કારણે ગળું કપાઈ જાય છે અને તેને કારણે દુર્ઘટનના સર્જાય છે. થોડા સમય પહેલા એક ઘટના સામે આવી હતી જેમાં જે દીકરીની ડોલી ઉઠવાની હતી તેની અર્થી ઘરમાંથી ઉઠી હતી. પતંગની દોરીને કારણે તેનું ગળું કપાયું હતું અને આ દુર્ઘટનાને કારણે તેનું મોત નિપજ્યું હતું. 

In Surat, the string of the kite claimed the victim, the girl died after the string got stuck in her neck Surat: સુરતમાં પતંગની દોરીએ લીધો ભોગ, યુવતીનાં ગળામાં દોરી ફસાતાં થયું મોત

પતંગની દોરીથી થયું 22 વર્ષીય યુવતીનું મોત 

ત્યારે સુરતથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેમાં 22 વર્ષીય દિક્ષીતા ઠુમ્મરનું મોત પતંગની દોરીને કારણે થયું છે. નાના વરાછા બ્રિજની આ ઘટના છે. એક્ટિવા લઈને યુવતી પસાર થઈ રહી હતી અને તેના ગળાના ભાગે પતંગની દોરી આવી ગઈ. દોરી આવી જતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી અને તે નીચે પટકાઈ ગઈ. યુવતીને ગંભીર ઈજા પહોંચી જેને લઈ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને ત્યાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત નિપજ્યું. નાની ઉંમરે યુવતીનું મોત થઈ જતા પરિવાર શોકમગ્ન થઈ ઉઠ્યો છે. પરિવારમાં દુ:ખની લાગણી પ્રવર્તિ ઉઠી છે.    




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.