Suratમાં મહિલા PIની તબિયત ખરાબ, પોલીસ સ્ટેશનમાં ચઢે છે બોટલ છતાંય ફરજ નથી ચૂકતા


  • Published By :
  • Published Date : 2024-09-09 13:34:20

પોલીસની વાત જ્યારે આપણા મનમાં આવે ત્યારે પોલીસની બનેલી નેગેટિવ છબી જ આપણા દિમાગમાં આવે... અનેક પોલીસકર્મીઓ એવા હોય છે જે લોકો સાથે દુર્વ્યવહાર કરતા હોય છે. ફરજ દરમિયાન લોકોને હેરાન કરતા હોય, અનેક કિસ્સાઓમાં લાંચ લેતા પણ ઝડપાતા હોય છે.. મુખ્યત્વે આવા જ ચહેરાઓ આપણને યાદ આવે, ખાખી પર લાગેલો કાળો રંગ જ આપણને દેખાય.. પરંતુ સુરતથી એક સુંદર તસ્વીર ખાખીની સામે આવી છે. 

પોલીસ સ્ટેશનમાં મહિલા પીઆઈ કરાવી રહ્યા છે સારવાર 

મહિલા પીઆઈની તબિયત સારી ના હોવા છતાંય તે ફરજ પર આવે છે અને પોલીસ સ્ટેશનમાં સારવાર લઈ રહ્યા છે.  મહિલા પી.આઇ. મીનાબા ઝાલા.... પોલીસ સ્ટેશનમાં બોટલ ચઢે, ટેસ્ટ થાય અને ફરજ પણ નિભાવે છે..મેડિકલ ટીમ ત્યાં આવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરે છે..ગ્લુકોઝના બાટલા ચડાવી રહી છે. આવાં દૃશ્યો ગુજરાતમાં તમને ભાગ્યે જ જોવા મળશે. પોતાના કામ માટે એટલી તો વફાદારી છે કે, બીમાર હોવાછતાં ખડેપગે રહીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. 



ખાખી વર્દીવાળાનો એક ચહેરો એ પણ હોય છે જ્યાં..

મહત્વનું છે કે ખાખી કપડાંવાળા કર્મચારી અથવા અધિકારી ક્યાંક લોકોને ન્યાય અપાવે છે. ક્યાંક લોકો સાથે દુર્વ્યવહાર કરે છે તો ક્યાંક ગુનેગારો ખાખી કપડાંને જોઈને ભાગતા હોય તેવાં દૃશ્યો પણ જોવા મળે છે. ત્યારે ખાખીનો અનોખો રંગ ભાગ્યે જ જોવા મળતો હોય છે...સવાલ એ ઉઠે છે કે શું PI મીનાબા ઝાલા પર કામનું એટલું બધું ભારણ હતું કે તેઓ મેડિકલ લીવ પણ લઈ શકે તેમ ન હતા?



ખાલી પડેલી વિગતોની વાત!

જો વાત કરીએ તો થોડા સમય પહેલા જ સરકારે હાઇકોર્ટ સમક્ષ પોલીસબેડામાં ખાલી પડેલી જગ્યાઓની વિગતો રજૂ કરી હતી. આ વિગતો મુજબ 31 માર્ચ, 2024ની સ્થિતિએ 28, 993 જગ્યા ખાલી છે. મંજૂર કરાયેલી જગ્યાઓમાં સામાન્ય ફેરફાર જોવા મળ્યો હતો. જોકે હાઇકોર્ટે નોંધ્યું હતું કે 31 માર્ચ, 2023 બાદ રાજ્ય સરકારે પોલીસમાં પ્રમોશન કે સીધી ભરતી યોજી નથી..... મહિલા પી.આઇ. મીનાબા ઝાલાના પોલીસ સ્ટેશનમાં ચાલુ ફરજમાં સારવારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે....ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.