સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બહાદુરીને કારણે બચ્યો આધેડનો જીવ, પોતાના જીવની પરવા કર્યા વિના કોઝવેમાં લગાવી છલાંગ


  • Published By :
  • Published Date : 2023-03-29 12:45:04

પોલીસ અંગે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણાં મનમાં હમેશા પોલીસને લઈ નેગેટિવ ઈમેજ જ સામે આવતી હોય છે. પોલીસને લઈ લોકોના ઓપિનીયન મુખ્યત્વે નેગેટીવ જોવા મળતા હોય છે. પરંતુ ઘણી વખત આપણે પોલીસ દ્વારા કરવામાં આવતા કામોને જોઈ શકતા નથી. એક ખરાબ ચહેરો હોય છે તો એક સારો ચહેરો પણ જોવા મળતો હોય છે. સુરતથી એક એવી ઘટના સામે આવી છે જેમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા સારા કામનો ઝલક જોવા મળી હતી.     

નદીમાં ડૂબતા વૃદ્ધને કોન્સ્ટેબલે બચાવ્યો.

સાત મિનિટની અંદર આવી પોલીસની પીસીઆર વાન! 

સુરતથી પોલીસ દ્વારા માનવતાને છાજે એવું કાર્ય કરવામાં આવ્યું છે. સુરતના સિંગણપુર કોઝવેમાં ગઈકાલે થોડા દિવસો પહેલા એક વૃદ્ધ ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસની PCRને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા માત્ર સાત મિનિટમાં પોલિસ ઘટના સ્થળે પહોંચી હતી. અને એ પીસીઆર વાનના ડ્રાઇવર ચિંતન રાજ્યગુરુ એ બહાદુરી બતાવીને વૃદ્ધને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી હતી. જે બાદ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

વૃદ્ધનો જીવ બાચવનાર પોલીસ કોન્ટેબલ ચિંતન રાજ્યગુરુ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો 

એવું કહેવામાં આવે છે કે પોતાના માટે તો સૌ કોઈ જીવે છે પરંતુ બીજા માટે જીવી બતાવે તે સાચા અર્થમાં જીવન જીવ્યા હોય છે.  આ વાતને સાર્થક સુરત શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે કરી બતાવી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને લોકો બીરદાવી રહ્યા છે. રેસ્ક્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 


કોઝવેમાં પોલીસ કોન્સ્ટેબલે લગાવી છલાંગ  

આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. કોન્સ્ટેબલ ચિંતન રાજ્યગૂરૂએ પોતાના જીવની પરવાહ કર્યા વગર કોઝવેવમાં છલાંગ લગાવી દીધી હતી. એક વૃદ્ધ વ્યક્તિ પાણીમાં ડૂબી રહ્યા હતા તેમને બચાવા લાકડા તેમજ દોરડાની મદદ લઈ રેસ્ક્યુ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પોલિસ કોન્સ્ટેબલ અને સ્થાનિકની મદદથી એ વૃદ્ધને સુરક્ષિત બહાર લાવવાવામાં આવ્યાં હતા અને 108 બોલાવીને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. 


પોલીસમાં માનવતા હજી જીવે છે 

છેલ્લે જે હોય એ પણ પોલિસનો એક એવો ચેહરો કે જે આપણે કદાચ ક્યારેય નથી જોઈ શકતા,ત્યારે ચિંતન રાજગુરુ જેવા કોન્સ્ટેબલ આવીને આપણને કહી જતા હોય છે કે પોલિસમાં પણ માનવતા જીવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે