Suratમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 6 દિવસના પ્રવાસે ઉપડી ગયા, અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે ફરિયાદ!


  • Published By :
  • Published Date : 2024-01-11 16:37:49

સુરતથી શિક્ષણજગતને લઈ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો પોતે પ્રવાસ પર ઉપડી ગયા હોવાની ઘટના સુરતથી સામે આવી છે. શિક્ષકો રજા પર હતા જેને કારણે બાળકોનો અભ્યાસ બગડ્યો. શિક્ષકો સામે ફરિયાદ કરવામાં આવતા DEO એક્શન મોડમાં આવ્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગાડનારા શિક્ષકો સામે DEOને ફરિયાદ કરવામાં આવી છે. DEOએ આચાર્ય પાસેથી ખુલાસો મંગાયો છે. જે ઘટનાને લઈ વિવાદ છેડાઈ ગયો છે તે સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલનો છે.  



શિક્ષકો બાળકોને રજા આપી પ્રવાસ પર નિકળી પડ્યા!

સુરતના લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલ  ચર્ચામાં છે. શાળાને લઈ એક વિવાદ સામે આવ્યો છે. શાળાના શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા બાદ હવે અનેક સવાલો ઊભા થયા છે. વિવાદ એટલો બધા છેડાયો કે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.પરમારે આ અંગે રજૂઆત કરી છે. વાત જાણે એમ છે કે, સુરતની એક શાળામાં શિક્ષકો બાળકોને 5 દિવસની રજા આપી અને પોતે પ્રવાસે ઉપડી ગયા હતા. પ્રાથમિક વિગતો મુજબ 1500 વિદ્યાર્થીઓની શાળામાં શિક્ષણકામ છોડી શિક્ષકો પ્રવાસે નીકળી જતાં પૂર્વ કોર્પોરેટરે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી છે. ઘટનાને લઈને  જિલ્લા શિક્ષણાધિકારીએ એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. 



ઘટનાને લઈ DEO આવ્યા એક્શનમાં!

લિંબાયતની માઉન્ટ મેરી હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો 5 દિવસના પ્રવાસે ઉપડી ગયા હોવાની ઘટનામાં હવે DEO એક્શનમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, જિલ્લા શિક્ષણાધિકારી બી એસ પરમારે પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળાની ફરિયાદને આધારે એજ્યુકેશન ઇન્સપેક્ટરને તપાસ સોંપી છે. આ સાથે વિદ્યાર્થીઓને રજા આપી શિક્ષકો રજા માણવા નીકળી જતાં આચાર્ય પાસે ખુલાસો પણ મંગાયો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે