એક રિશ્તા એસા ભી... સુરતમાં અંગદાન કરનાર મહિલાની દીકરીનું અંગ મેળવનાર મહિલાએ માતા બની કર્યું કન્યાદાન, જુઓ તસવીરો


  • Published By :
  • Published Date : 2023-06-22 16:26:53

આપણે ત્યાં અંગદાનને મહાદાન કહેવામાં આવે છે. અનેક એવા પરિવાર હોય છે જે અંગદાનમાં માને છે. મૃતક વ્યક્તિના અંગોથી બીજી અનેક જીંદગીને જીવનદાન મળશે તે માનીને અંગદાન કરે છે. ત્યારે સુરત શહેરનો એક કિસ્સો ઘણો ચર્ચામાં છે. કારણ કે થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. દીકરીને માતાની કમી ના સારે અને માતાના હોવાનો અહેસાસ થાય તે માટે તે મહિલા માતા બની ત્યાં હાજર હતી. 

 કિર્તેશ પટેલ, સુરત: શહેરનો એક પ્રેરણાદાયી કિસ્સો હાલ ઘણો જ ચર્ચામાં છે. જેમાં ચાર વર્ષ પહેલાં સુરતની મહિલાના અંગ અન્ય મહિલાને દાનમાં આપ્યા હતા. થોડા દિવસ પહેલા સ્વર્ગવાસી થયેલા મહિલાના દીકરીનાં લગ્ન યોજાયાં હતા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ ‘માતા’ બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારાં દ્રશ્યો સર્જાયાં હતાં.

અંગ મેળવનાર મહિલાએ કર્યું દીકરીનું કન્યાદાન

અનેક એવા પરિવાર છે જે અંગદાનમાં માને છે. ભલે તેમણે પોતાના સ્વજનને ગુમાવ્યા પરંતુ કોઈ બીજા પોતાના પરિવારના સ્વજનને ના ગુમાવે તેવી આશા રાખે છે. ત્યારે સુરતથી એક ઈમોશનલ કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના એક પરિવારે 54 વર્ષીય એક સ્વર્ગીય મહિલાનું અંગદાન ચાર વર્ષ પહેલા કર્યું હતું. પરંતુ જ્યારે તે સ્વર્ગવાસી મહિલાની દીકરીના લગ્ન હતા ત્યારે તે મહિલાએ દીકરીનું કન્યાદાન પોતાના હસ્તે કર્યું હતું. 


મહિલાનું બ્રેઈન ડેડ થઈ જતાં કર્યું અંગદાન 

ડોક્ટરે મહિલાને બ્રેઈન ડેડ જાહેર કરી દીધા બાદ મહિલાના અંગને જરૂરિયાતમંદ લોકોને દાન આપવામાં આવ્યા હતા. આ મહિલાને કિડની દીકરીના માતાની કીડની આપવામાં આવી હતી. બાથરૂમમાં પડી જવાને કારણે રાધેકિરણ બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું બ્રેનડેડ થઈ ગયું હતું. જે બાદ પરિવારે રાધેકિરણ બહેનનું હૃદય, ફેફસાં, કિડની તેમજ આંખોનું દાન કર્યું હતું. અંગદાન કરી 6 વ્યક્તિઓને નવું જીવનદાન આપ્યું હતું. 

 સુરતના ન્યૂ સિટીલાઈટમાં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળાનાં પત્ની રાધેકિરણ કલ્પેશભાઈ લાકડાવાળાં ચાર વર્ષ પહેલાં 16 જૂન 2019ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા ગંભીર રીતે ઇજાગ્ર્સ્ત થયાં હતાં. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં. જ્યાં 20 જૂને તેમને બ્રેનડેડ જાહેર કરાયાં. તેમના પરિવારે તેમનું હૃદય, ફેફસાં, કિડની અને આંખોનું દાન કરી 6 વ્યક્તિને નવું જીવન આપ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલાં રાધેકિરણબહેનની દીકરી ક્રિષ્નાનાં લગ્ન હતાં


માતાની ખોટ ન સારે તે માટે આપી લગ્નમાં હાજરી 

ત્યારે થોડા સમય પહેલા રાધેકિરણ બહેનની દીકરીના લગ્ન હતા. ત્યારે લગ્નમાં કિડની મેળવનાર મહિલા પણ ઉપસ્થિત હતા. જે મહિલાને કિડની આપવામાં આવી તેમનું નામ જ્યોત્સનાબેન છે. બંને પરિવાર સંપર્કમાં આવ્યા. રાધેકિરણ બહેનની દીકરીના લગ્નમાં જ્યોત્સના બહેનના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને લગ્નમાં તેમણે હાજરી પણ આપી હતી. દીકરીના પરિવારે જ્યારે જ્યોત્સના બહેનને વિધી કરવા માટે કહ્યું ત્યારે તેઓ તરત માની ગયા અને પોતે વિધી કરી હતી. તેમણે દીકરીનું કન્યાદાન કર્યું હતું. દીકરી ક્રિષ્નાને એવી અનુભૂતિ થઈ જાણે તેની માતા પોતે ત્યાં હાજર હોય. લગ્ન પ્રસંગ દરમિયાન જે દ્રશ્યો સર્જાયા હતા તે ભાવુક કરી દે તેવા છે.  

 દીકરીના લગ્નની તસવીર,



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.