સુરેન્દ્રનગરમાં યોજાઈ ખેડૂતોની મહારેલી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-21 16:45:25

સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું.  સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત  નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે . 

સુરેન્દ્રનગરના આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ૨૦૨૪ દરમ્યાન સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં અતિવૃષ્ટિ થઈ હતું પરંતુ હજુ પણ ખેડૂતોને વળતર ચુકવવામાં આવ્યું નથી . તેમજ DELR  કચેરી ખાતે ખેડૂતોના જમીન સંપાદનમાં યોગ્ય માપણી કે કચેરીમાં જવાબ ન આપતા હોવાનું સાથે જ ધક્કા ખોવડાતા હોવાના આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. 

હવે ખેડૂતોના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગરમાં દસાડાના પૂર્વ MLA નૌશાદ સોલંકી ,  કોંગ્રેસ નેતા  પ્રગતિ આહીર અને પૂર્વ MLA ઋત્વિક મકવાણાની આગેવાનીમાં ખેડૂત મહારેલી યોજાઈ હતી . આ રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના કાર્યકરો અને આગેવાનો તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રચાર કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે જ કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં  ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ સુત્રોચાર કરી અને બીજેપી ના બેનર સળગાવી અને લાતો મારી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ મહારેલીના અંતે કલેક્ટરને આવેદન પત્ર આપી ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. અને જો ખેડૂતોના પ્રશ્નોના યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્રહ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .