Congressને અત્યાર સુધીનો મોટો ફટકો, Porbandarના ધારાસભ્ય Arjun Modhwadiyaએ આપ્યું રાજીનામું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-04 17:39:25

કોંગ્રેસ પક્ષ માટે આજનો દિવસ ભારે છે. સવારે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેની ચર્ચાઓ હજી પૂર્ણ ન થઈ હતી ત્યારે ચર્ચાઓ થવા લાગી કે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. પહેલા આ અફવા લાગતી હતી કારણ કે અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના પીઢ નેતા કોંગ્રેસનો સાથ છોડે તો તે માનવામાં ન આવતું હતું. પરંતુ આ વાત સત્ય નીકળી. વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર પહોંચ્યા છે અને એ પણ હેલિકોપ્ટરના માધ્યમથી. અર્જુન મોઢવાડિયાએ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે. વિધાનસભા જ્યારે અર્જુન મોઢવાડિયા પહોંચ્યા હતા ત્યારે તેમણે રાજીનામા અંગે પુષ્ટિ કરી હતી.     



અર્જુન મોઢવાડિયા કરી શકે છે કેસરિયો ધારણ!

કોંગ્રેસને એક જ દિવસમાં બે મોટા ફટકા પડ્યા છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે કોંગ્રેસને અત્યાર સુધીનો મોટો ફટકો પડ્યો છે. એક સમયના કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલના પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. આવતી કાલે અંબરીશ ડેર ભાજપમાં જોડાવાના છે ત્યારે એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપમાં અર્જુન મોઢવાડિયા જોડાઈ શકે છે. ટૂંક સમયમાં અર્જુન મોઢવાડિયા કેસરિયો ધારણ કરી શકે છે. 



2022માં તેઓ જીત્યા હતા વિધાનસભા ચૂંટણી!

વાત કરીએ અર્જુન મોઢવાડિયા વિશે તો તેઓ મેર સમાજમાંથી આવે છે , તેઓ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા વખતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે,પાર્ટીનો સમગ્ર સૌરાષ્ટ્રમાં મુખ્ય ચેહરો છે ,તેઓ ૨૦૧૭માં બાબુ બોખરિયા સામે હારી ગયા હતા અને આ પછી ફરી ૨૦૨૨માં જીતીને વિધાનસભામાં પહોંચ્યા હતા. અર્જુન મોઢવાડિયાએ કયા કારણોસર કોંગ્રેસને છોડ્યું તે સામે આવ્યું નથી..    



ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..

ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..