ચૂંટણીને લઈને બોર્ડરની પોલીસ એક્શનમાં,ચેક પોસ્ટ ઉભી કરી સઘન ચેકીંગ


  • Published By :
  • Published Date : 2022-11-04 20:00:46

વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ બનાસકાંઠા પોલીસ એલર્ટ બની છે. બનાસકાંઠા પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર સઘન ચેકીંગ હાથ ધરાયું છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું બારીકાઈથી ચેકીંગ કરી ગુજરાતમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.


રાજસ્થાન બોર્ડર આવેલી છે બનાસકાંઠામાં 

રાજસ્થાન તરફથી કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો, દારૂ કે પછી અન્ય કોઈ પદાર્થ ગુજરાતમાં ઘુસાડવામાં ન આવે તે માટે બનાસકાંઠા પોલીસે રાજસ્થાનને જોડતા જિલ્લાના 7 મુખ્ય માર્ગો અને અન્ય 23 નાના માર્ગો સહીત 30 માર્ગો પર ચેકપોસ્ટ ઉભી કરીને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ કરાઈ રહ્યું છે.જોકે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા દ્વારા રાજસ્થાન-ગુજરાતને જોડતી અમીરગઢ બોર્ડર પર હાજર રહી રાજસ્થાન-ગુજરાતને જોડતી અમીરગઢ ગુંદરી,થરાદ ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે 


રાજસ્થાનથી ઘણીવાર દારૂ આવતો હોય છે 

રાજસ્થાનથી આવતા વાહનોના ચાલકોનું બ્રેથ એનેલાઈઝર મશીનથી તેવો દારૂ પીધેલી હાલતમાં છે કે, નહીં તેની તપાસ હાથ ધરી હતી, ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સમયે રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઠલવાતો હોય છે. ત્યારે આ વખતે કોઈ બુટલેગરો સક્રિય થઈ ગુજરાતમાં દારૂ ન ઘુસાડે તે માટે જિલ્લા પોલીસ તમામ બોર્ડરો ઉપર સઘન ચેકિંગ હાથ ધરી રહી છે.




એક વીડિયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવાન સ્ટેજ પર ચઢી જાય છે અને સાંસદને સવાલો કરે છે.. કામ અંગે તેમને સવાલ કરે છે. મનસુખ વસાવાએ પ્રશ્નોના જવાબ તો ના આપ્યા પરંતુ તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા.

રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.