Vadodara Boat Tragedy મામલે Supreme Courtમાં કરાઈ જાહેરહીતની અપીલ, જાણો કોના વિરૂદ્ધ પગલા લેવા કરાઈ અપીલ?


  • Published By :
  • Published Date : 2024-01-20 16:16:25

ગુરૂવારે વડોદરામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. હરણી લેકમાં પીકનીક મનાવા ગયેલા બાળકોના મોત નિપજ્યા. 14 જેટલા બાળકો ઉપરાંત શિક્ષકોના મોતના સમાચાર સાંભળી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. માતા પિતાએ પોતાના બાળકોને પિકનીક કરવા મોકલેલા હતા પરંતુ તેમના બાળકનો મૃતદેહ ઘરે આવ્યો. દરેક જગ્યા પર આની ચર્ચાઓ થઈ રહી હતી. દોષનો ટોપલો બધા એક બીજા પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે આ મામલાને લઈ સુપ્રીમ કોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી  છે. આ પીઆઈએલ એ એડવોકેટ દ્વારા દાખલ કરવામાં આવી છે જે વકીલ મોરબી બ્રિજ દુર્ઘટના પીડિતોનો કેસ લડી રહ્યા છે. 

શાળાના સંચાલકે દોષનો ટોપલો બોટવાળા પર ઢોળ્યો!

વડોદરાની કરૂણાંતિકા મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટના માટે કોણ જવાબદાર તે અંગેની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હતી જેમાં તેમના કહેવાનો મતલબ હતો કે શાળાના શિક્ષકો તો વધારે બાળકોને ન બેસાડવા માટે કહી રહ્યા હતા પરંતુ બોટવાળાએ બાળકોને બેસાડ્યા. આ મામલે એવી પણ માહિતી સામે આવી કે પિકનીક અંગેની પરમિશન લેવામાં આવી ન હતી.


કડક કાર્યવાહી કરવા માટે અપાયા છે આદેશ 

આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો આદેશ સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવ્યો છે. આ મામલામાં જે લોકો દોષિ છે તેમને છોડવામાં નહીં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ આગામી સમયમાં શું કાર્યવાહી કરવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર છે. પરંતુ આ મામલે નવી અપડેટ સામે આવી છે કે સુપ્રીમ કોર્ટમાં જનહીત અરજી કરવામાં આવી છે. 

The Supreme Court said - this is a serious issue, 'Due to free  distribution, the condition of Sri Lanka has deteriorated, India is also on  the same path'. | ચૂંટણીમાં ફ્રી ઓફર્સથી

આ લોકો સામે પગલા લેવા પીઆઈએલમાં કરાઈ અપીલ  

સુપ્રીમ કોર્ટમાં જે વકીલે પીઆઈએલ દાખલ કરી છે તે એડવોકેટ ઉત્કર્ષ દવે છે. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં 112 પીડિત પરિવારો વતી જે વકીલ કેસ લડી રહ્યા છે તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આ ન્યુ સનરાઈઝ સ્કૂલના પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઓ, વડોદરા કલેક્ટર તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર સામે પગલા લેવામાં આવે તે માટેની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારીથી નિર્દોષ બાળકોના મોત થયા છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે