પ્રાંતિજના ધારાસભ્ય આવ્યા વિવાદમાં, ગજેન્દ્ર પરમાર પર લાગ્યો સગીરાની છેડતી કર્યા હોવાનો આરોપ


  • Published By :
  • Published Date : 2023-01-21 10:17:55

પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ફરી એક વખત વિવાદમાં આવ્યા છે.  સગીરાની શારિરીક છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. મહિલાએ તેની સગીર દીકરી સાથે શારિરીક છેડછાડ કર્યાનો આરોપ ધારાસભ્ય પર મુક્યો છે. આ ફરિયાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં નોંધાવામાં આવી છે. 


શારિરીક છેડતીનો લાગ્યો આરોપ 

ધારાસભ્ય પર સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે ઓગસ્ટ 2020માં તે ગજેન્દ્રસિંહ સાથે પોતાની પુત્રી સાથે જેસલમેર જઈ રહી હતી. તે સમય દરમિયાન ધારાસભ્યે મહિલા સાથે આવેલી તેમની સગીર પુત્રી સાથે શારિરીક છેડછાડ કરી હતી. 


બળજબરીથી દીકરી સાથે છેડતી કર્યાનો લાગ્યો છે આરોપ  

મળતી વિગતો અનુસાર 2020માં અમદાવાદની મહિલા પ્રાંતિજના ધારાસભ્યના સંપર્કમાં આવી. તેમના પરિવાર અને દીકરી તથા અન્ય વ્યક્તિઓ સાથે જેસલમેર ફરવા ગયા હતા. આબુરોડ પર મહિલાને ઉલ્ટી આવી જેને કારણે તે નીચે ઉતરી. થોડા સમય બાદ ગભરાયેલી  હાલતમાં મહિલાની દીકરી બહાર આવી અને કહેવા લાગી મારે જેસલમેર નથી જઉં. જે બાદ તમામ લોકો અમદાવાદ પરત આવી ગયા. ધારાસભ્ય સામે શારિરીક શોષણને લઈ કેસ ચાલતો હતો. 


કાર્યવાહી ન થતા ખખડાવ્યા કોર્ટના દ્વાર 

આ દરમિયાન મહિલાએ માર્ચ 2022માં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો. સારવાર અર્થે જ્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે સમયે દીકરીએ પણ પોતાની સાથે છેડતી થયું હોવાનું જણાવ્યું. જે બાદ પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પ્રકારની કાર્યવાહી ન થતા સિરોહી કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કોર્ટના આદેશ બાદ પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને તેમના મિત્રો વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે