Loksabhaમાં શિક્ષણ મંત્રી Dharmendra Pradhan આવ્યા પેપરલીક મામલે બેકફૂટ પર! Rahul Gandhi અને Akhilesh Yadav બન્યા આક્રામક


  • Published By :
  • Published Date : 2024-07-22 16:56:38

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા  દિવસની શરૂઆત  ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા. અનેક એવા મુદ્દાઓ હતા જેને લઈ વિપક્ષ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. તેમાનો એક મુદ્દો હતો NEETનો. આ મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો, સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા.. 

રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે કર્યા સરકારને આ સવાલ

સૌ પ્રથમ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે , સરકાર પેપર લીકનો રેકોર્ડ જરૂરથી બનાવશે. આ બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર યાદવ ઉભા થયા જવાબ આપવા, તેમણે સદનને માહિતગાર કર્યા કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તપાસ ચાલી રહી  છે. તે બાદ આ મુદ્દાને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉઠાવ્યો હતો. આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવી તેના વિશે તેમણે સવાલ પૂછ્યો હતો.


રાહુલ ગાંધીના સવાલ પર શિક્ષણ મંત્રીએ કહ્યું કે.. 

રાહુલ ગાંધી આ પછી પ્રશ્ન પૂછવા ઉભા થયા અને તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી બધાને દોષિત માને છે , ખાલી પોતાના સિવાય. તેમને સદનમાં શું ચાલી રહ્યું છે તે વિશેખબર જ નથી. જોકે આ પછી ફરીએક વાર શિક્ષણ મંત્રી ધર્મેદ્ર પ્રધાન ઉભા થયા અને કહ્યું કે મારા બૌદ્ધિક અને સંસ્કારનું સર્ટિફિકેટ કોઈની જોડેથી મારે નથી જોઈતું .


ક્યારે પૂછવામાં આવે છે પ્રશ્ન?

મહત્વનું છે કે લોકસભાનું શરૂઆતનું સેશન એ question અવરનું હોય છે . આ કલાક દરમ્યાન , સાંસદ એ કોઈ પણ ખાતાના મંત્રીને તેના મંત્રાલયની કામગીરીને લઇને સવાલ પૂછે છે . આ સવાલો પ્રાઇવેટ સદસ્યને પણ પુછાઈ શકે છે કે જે મંત્રી ના હોય. સંસદના બંને ગૃહોમાં સત્રના બધા જ દિવસોની શરૂઆત એ question અવરથી થાય છે. માત્ર બે જ દિવસ એવા હોય જ્યારે આ question અવર નથી યોજાતો જયારે રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય અને એક બીજું જ્યારે નાણામંત્રી બજેટ રજૂ કરે છે ત્યારે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે