NDAની સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીની NDAના નેતા તરીકે કરાઈ પસંદગી, મંત્રી મંડળમાં અનેક મંત્રીઓના કપાઈ શકે છે પત્તા.. જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-07 14:29:12

મંગળવારે લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે.. ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી નથી મળી જેને કારણે તે એકલા હાથે સરકાર બનાવી શકે નહીં. એનડીએ અંતર્ગત આ વખતે ખિચડી સરકાર બનશે.. સરકાર બનાવવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે.. એનડીએના સહયોગી દળોની બેઠક થઈ. આ બેઠકમાં સંસદીય દળના નેતાની પસંદગી કરવામાં આવી અને સર્વાનુમતે નરેન્દ્ર મોદીને સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે.. 

રાજનાથ સિંહે મૂક્યો હતો પીએમ મોદીના નામનો પ્રસ્તાવ

સંસદીય દળની બેઠકમાં નરેન્દ્ર મોદીના નામનો પ્રસ્તાવ રાજનાથ સિંહે મૂક્યો હતો. મહત્વનું છે કે આ વખતે સરકાર બનાવવા માટે ભાજપને સહયોગી પક્ષની જરૂર પડશે. એવી માહિતી સામે આવી છે કે ચંદ્રબાબુ નાયડુ તેમજ નીતિશ કુમારે અનેક શરતો રાખી છે ટેકો આપવા માટે. અનેક મંત્રાલયોની માગ કરવામાં આવી છે. સાથે સાથે બીજી પણ અનેક માગણી છે જેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ વખતે અનેક નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવી શકે છે.. અનેક જૂના  પત્તાઓને કાપવામાં આવી શકે છે તેવી માહિતી સામે આવી છે.. સાથી પક્ષોના સાસંદોને પણ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે તેવું લાગી રહ્યું છે.


 

પીએમ મોદીએ રાષ્ટ્રપતિને સોંપ્યું રાજીનામું

થોડા દિવસ પહેલા પીએમ મોદી રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા અને પીએમે પોતાનું રાજીનામું દ્રૌપદી મુર્મુને સોંપી દીધું અને કેબિનેટ ભંગ કરવાની ભલામણ કરી.. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ નવી સરકારની શપથવિધિ ન થાય ત્યાં સુધી કાર્યવાહક પ્રધાનમંત્રી રહેવા માટે નરેન્દ્ર મોદીને ભલામણ કરી...એવામાં પીએમ મોદીના નવા કેબિનેટને લઇને પણ ચર્ચાઓ તેજ થઇ ગઇ છે. .. એવું મનાય રહ્યું છે કે, આ વખતે જેડીયૂ અને ટીડીપી પણ કેબિનેટમાં સામેલ થઇ શકે છે. એવામાં મોદી કેબિનેટ 3-0 ના નવા ચહેરાને લઇને લોકોના મનમાં વિવિધ પ્રકારના સવાલ ઉદભવી રહ્યા છે. એમાંય ગુજરાતમાંથી કોને ચાન્સ મળશે એ પણ મહત્વના સવાલો છે... 



અનેક નેતાઓને નહીં મળે મંત્રીમંડળમાં સ્થાન!

સવાલો તો એ પણ છે કે, મંત્રીમંડળમાંથી કોનું પત્તુ કપાશે? કયા કયા નવા ચહેરાઓને મોદી ફરીથી પોતાના કેબિનેટમાં સ્થાન આપશે? પત્રકારોને આ પ્રકારના તમામ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે. જોકે એક વાત તો સ્પષ્ટ છે કે જે ચહેરાઓને લોકસભાની ટિકીટ આપવામાં આવી નથી તેઓ કમ સે કમ મંત્રી તો નથી બની રહ્યા. સાથે જ હારેલા ઘણા ચહેરાઓને પણ આ વખતે કદાચ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે નહી... 



10 એવા ચહેરાઓ જેનું પત્તું કપાઈ શકે છે.. 

ઘણા મંત્રીઓને આ વખતે ટિકીટ આપવામાં આવી નથી. તેમાં તેમની ઉંમર નડી છે. ઘણા ચહેરાઓને પ્રદર્શનના આધારે આ વખતે મંત્રીમંડળમાં સામેલ ન કરવાની વાત કહેવામાં આવી રહી છે. ઓછામાં ઓછા મોદી સરકારના 10 એવા મોટા ચહેરા છે, જેમની મોદી 3.0 માં મંત્રી બનવાનું સપનું લગભગ ખતમ થઇ ગયું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને મોદી સરકારના બીજા કાર્યકાળમાં કેબિનેટ મંત્રી નારાયણ રાણે, ગુરૂગ્રામથી લોકસભાની ચૂંટણી લડી રહેલા રાવ ઇંદ્રજીત સિંહનું પણ પત્તું કપાવવાની ચર્ચા છે. 


6 મંત્રીઓ તો પ્યોર ગુજરાતી છે...

ગુજરાતની વાત કરીએ તો 6 મંત્રીઓ આમ તો આઠ મંત્રીઓ ગુજરાતી છે... જેમાં ડૉ. મહેન્દ્ર મુંજપરા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, પરશોત્તમ રુપાલા, મનસુખ માંડવિયા, અને અમિત શાહ... નરેન્દ્ર મોદીને આપણે આપણા પોતાના જ માનીએ છીએ...  એ આપણાં. અને એસ.જયશંકર પણ ગુજરાતથી રાજ્યસભામાં છે... આમ કુલ આઠમંત્રીઓ આપણા ગુજરાતી છે... ઓફિશિયલ છ મંત્રીઓ તો પ્યોર ગુજરાતી છે... આ વખતે જે પરિણામો આવ્યા છે એમાંથી વધુમાં વધુ ત્રણ ચાર લોકો મંત્રીમંડળમાં હોય શકે, એમાં અમિત શાહ, એસજયશંકર અને મોદી ત્રણ તો નક્કી છે.. તો એના પછી ગુજરાતમાં કોણ ક્યાં પડતા મુકાશે. ..એ ચર્ચાઓ ભારે જોરશોરથી ચાલી રહી છે.. 



સી.આર.પાટીલને મળી શકે છે મંત્રી મંડળમાં સ્થાન! 

બીજુ કે વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં સી.આર.પાટીલ 156 બેઠકો લઈને આવ્યા છે.. તો એમને પણ ઘણી આશાઓ હશે કે કેન્દ્રમાં એમને પણ સ્થાન મળે... એટલે કાં તો મંત્રી પદ મળે કાં તો કેન્દ્રીય સંગઠનમાં કંઈક મળે... પણ હાલ દેશમાં સ્થિતિ એવી છે કે ભાજપે પહેલા પોતાનું વર્ચસ્વ સાચવવાનું છે... અને જ્યાં સુધી ગુજરાતના મંત્રી મંડળની વાત છે તો જ્યાં સુધી મોદી સરકાર શપથ ગ્રહણ ન કરી લે ત્યાં સુધી તો ગુજરાતમાં મંત્રીમંડળમાં કે સરકારમાં કશુય બદલાય એવી શકયતાઓ નથી... બીજી વાત કે અત્યારે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પણ જે પરિણામો આવ્યા તેમાં દરેક ભાજપનું ક્લીન સ્વીપ કરવાનું સ્વપ્ન રોળાય ગયું.. 


કોણ બનશે મંત્રી અને કોને મળશે કેન્દ્રમાં સ્થાન?

એટલે હવે જીતનો શ્રેય કોઈને આપે કે ન આપે પણ હારનું ઠીકરુ ફોડવા માટે દરેક વ્યક્તિ એક માથુ ગોતવામાં લાગ્યું હશે.... એ બધાની વચ્ચે ચર્ચાઓ એ પણ છે કે કોણ રહેશે અને કોણ કપાશે... કોણ બનશે મંત્રી અને કોને મળશે કેન્દ્રમાં સ્થાન.. સુરતના કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને ડૉ. મહેન્દ્ર મુંજપરા તો પહેલા જ રેસમાંથી બહાર થઈ ગયા છે. કેમ કે આ વખતે બંને ચૂંટણી લડ્યા જ નથી... પણ જે જૂના યંગ સાંસદો છે એમને તો આશા હશે કે આ વખતે મંત્રી પદ મળશે.... જેમ કે કચ્છમાં વિનોદ ચાવડા છે તો એમને આશા હોય કે ચાન્સ લાગી શકે... જો કે નવાઓને તો ચાન્સ લાગવાનો નથી... પણ કેટલા મંત્રી બનશે એની ચર્ચા ફરી શરુ  થઈ ચુકી છે... બીજુ કે રાજકોટમાં પરશોત્તમ રુપાલાનો ભારે વિરોધ થયો છતાંય બદલ્યા નથી તો એમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે... 


મીનાક્ષી લેખી દિલ્હીની એકમાત્ર સાંસદ હતા!

તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને લઈને ભાજપની અંદર ચર્ચાઓ ગરમ છે. કદાચ આ વખતે તેનું પણ પત્તું કપાઈ જશે. અઠાવલેની ઉંમર તેમાં અવરોધ બની રહી છે. આ વખતે પાર્ટીએ બિહાર ભાજપના દિગ્ગજ નેતા અશ્વિની કુમાર ચૌબેને બક્સરથી ટિકિટ કાપી હતી. એવામાં તેમના મંત્રી બનવાના ચાન્સ સાવ ખતમ થઈ ગયા છે.મોદી સરકારના બીજા કાર્યકાળમાં મીનાક્ષી લેખી દિલ્હીની એકમાત્ર સાંસદ હતા. જેમને કેબિનેટમાં સ્થાન મળ્યું હતું. આ વખતે લેખીની ટિકીટ કપાઇ ગઇ હતી. એવામાં મીનાક્ષી લેખીનું પણ મંત્રી બનવાનું સપનું તૂટી ગયું છે. 



નવા ચહેરાઓને મળી શકે છે સ્થાન

આ તરફ મોદી સરકારના બીજા કાર્યકાળમાં મંત્રી રહેલા ડિબ્રુગઢના સાંસદ રામેશ્વરતી તેલી અને અલીપુરદ્વારથી સાંસદ જોન બારલાની પણ ટિકીટ કપાવવાથી મંત્રી બનવાની સંભાવના ખતમ થઇ ગઇ છે. આ બધાની વચ્ચે ભાજપની અંદર લગભગ બે ડઝન મંત્રીઓના આ વખતે મોદી કેબિનેટનો ભાગ બનવા પર આશંકા છે. ખાસ કરીને યૂપી, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પશ્વિમ બંગાળના કેટલાક મોટા ચહેરાઓના નામ કાપીને આ વખતે નવા લોકોને મંત્રી બનાવવામાં આવી શકે છે. તો બીજી તરફ અમિત શાહ, જયશંકર, અશ્વિની વૈષ્ણ, પીયૂષ ગોયલ, મનસુખ માંડવિયા, સર્વાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા મોટા ચહેરાઓનું મંત્રી બનવાનું લગભગ ફાઇનલ ગણવામાં આવે છે. 


મંત્રી મંડળમાં થઈ શકે છે નવાજૂની 

રાવ ઈન્દ્રજીત સિંહ, દર્શના જરદોશ, રાવ સાહેબ દાનવે, સાધ્વી નિરંજના જ્યોતિ, મીનાક્ષી લેખી, વીકે સિંહ, રામદાસ આઠવલે, પ્રતિમા ભૌમિક, અશ્વિની ચૌબે, અન્નપૂર્ણા દેવી યાદવ, સોમપ્રકાશ, એસપી સિંહ બાગેલ જેવા ઘણા રાજ્ય મંત્રીઓ છે. આ વખતે મંત્રી બનવું મુશ્કેલ છે. જો કે, આ વખતે પણ તેમાંથી ઘણા ચૂંટણી લડ્યા છે જ્યારે કેટલાકની ટિકિટ કપાઈ ગઈ છે. એટલે ગુજરાતમાં તો હમણાં મંત્રીમંડળ કે સરકારમાં કશું નવાજૂની થશે નહીં પણ હા કેન્દ્રમાં જરુર થઈ શકે છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.