Rajkot TRP ગેમઝોન મામલે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં, Rajkot બંધના એલાન બાદ Congress કરશે ગાંધીનગર કૂચ, જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-27 18:44:09

રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં 28 લોકોના મૃત્યુ થયા જે હજુય ન્યાય માટે વલખે છે.. પરિવારને ન્યાય મળે તે માટે વિપક્ષ સરકાર સામે મેદાને છે..  25 જૂને મંગળવારે રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મુદ્દે વિપક્ષે આપેલા બંધ એલાન બાદ પણ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી આવી.. જેના કારણે હવે જાહેરાત એવી કરાય છે કે, ગાંધીનગર કૂચ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.... 



25 જૂને કોંગ્રેસે આપ્યું હતું રાજકોટ બંધનું એલાન

એક મહિના પહેલા રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી... 28 લોકોના મોત થઈ ગયા.. દુર્ઘટનાને એક મહિનો વીતિ ગયો પરંતુ કડક કાર્યવાહી કરવામાં નથી.. પરિવાર જનોનું માનવું છે કે તેમને ન્યાય નહીં મળે.. તો બીજી તરફ કોંગ્રેસ પણ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે સરકાર સામે  આવી છે. 25 જૂને મંગળવારે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત કોંગ્રેસે આપેલા રાજકોટ બંધના એલાન બાદ હવે ગુજરાત કોંગ્રેસે આજ મુદ્દે મહત્વની જાહેરાત કરી છે.




બંધને પગલે રાજકોટવાસીએ સજ્જડ બંધ પાળ્યું

રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે કોંગ્રેસની લડત ચાલું જ રહેશે. રાજકોટ બંધમાં રાજકોટની જનતાએ તો સારો સપોર્ટ કર્યો બંધ પાળ્યું પણ સરકારના પેટનું પાણી હજુ સુધી નથી હલ્યું.... એટલે હવે ગાંધીનગર સુધી કૂચની જાહેરાત કરી છે.. રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો એક મહિનો પૂર્ણ થતાં 25 જૂને ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધના એલાનની જાહેરાત કરાઇ હતી. 



દોષિતો સામે કાર્યવાહી થાય તેવી કોંગ્રેસની માગ

રાજકોટ બંધના એલાનના પગલે રાજકોટ સંપૂર્ણપણે સજ્જડ બંધ રહ્યું હતું અને તમામ વેપારી સંગઠનોએ બંધના એલાનને ટેકો આપીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ગુજરાત કોંગ્રેસે પીડિતોને વધુ વળતર ચૂકવવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી....રાજકોટ બંધના એલાનને સફળતા મળતાં રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે તે માટે હવે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજકોટ અગ્નિકાંડને લઇે કોંગ્રેસની લડત યથાવત રહી છે. 





કોંગ્રેસ પીડિત પરિવાર સાથે કરશે ગાંધીનગર કૂચ!

કોંગ્રેસ દ્વારા હવે ગાંધીનગર કૂચ યોજવાની જાહેરાત કરાઇ છે.... વડોદરા દુર્ઘટના, મોરબી કાંડ અને સુરત કાંડના પીડિત પરિવારોને પણ ગાંધીનગર કૂચમાં હાજર રખાશે.... કોંગ્રેસ હવે પીડિત પરિવારોને સાથે રાખીને આગામી સમયમાં ગાંધીનગર કૂચ કરશે. રાજકોટના પીડિતો ઉપરાંત વડોદરા દુર્ઘટના, મોરબી કાંડ અને સુરત કાંડના પીડિત પરિવારોને પણ ગાંધીનગર કૂચમાં હાજર રખાશે... જો કે હાલ ગાંધીનગર કૂચની તારીખ જાહેર કરાઇ નથી પણ આગામી એક સપ્તાહમાં ગાંધીનગર કૂચની તારીખની જાહેરાત કરવામાં આવશે તેમ કોંગ્રેસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.... મહત્વનું છે કે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે જો સરકાર દ્વારા કોઈ પગલા નહીં લેવામાં આવે તો તે ઢાંકણીમાં પાણી લઈ ગાંધીનગર જશે.. 



વાવ વિધાનસભાની પેટાચુંટણી અને તેના ઉમેદવારો પર ગુજરાતભરની નજર છે કોંગ્રેસ તરફથી એવું કહેવાય કે ઓલ્મોસ્ટ નામ નક્કી છે ત્યારે ભાજપ કયા મુરતીયાને ઉતરે છે એ જોવાનું છે કારણકે સમીકરણો ખૂબ રસપ્રદ બની રહ્યા છે.

ગુજરાત અને ગુજરાતીઓને સમર્પિત રચના આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે...

આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે..

અમદાવાદ ખાતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સપ્તરંગનું આયોજન કરવામાં આવ્યું હતું... આ ફેસ્ટિવલમાં 277 ફિલ્મો વચ્ચે જંગ જામ્યો હતો જેમાંથી આદ્યા ત્રિવેદીએ તેની ડેબ્યૂ ફિલ્મ મિટ્ટી પાની માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ જીત્યો છે...