મોરબીના માતમમાં કોને સૂઝે છે તાયફા કરવાનું? તમારો માંહ્યલો કેમ મરી ગયો છે?


  • Published By :
  • Published Date : 2022-11-01 11:02:52


મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે આખુ ગુજરાત તેમાં પણ મોરબી ગહેરા આઘાતમાં ડૂબી ગયું છે. રવિવારે બનેલી ઘટનાએ અનેક પરિવારના લોકોને છીનવી લીધા છે. ઘટના થવાના થોડા સમય બાદ મુખ્યમંત્રી, હર્ષ સંઘવી તેમજ અનેક પદાધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોરબી ખાતે જઈ, ચાલી રહેલા રેસ્ક્યુની કામગીરી પર નજર રાખી હતી ઉપરાંત જરૂરી સૂચનો પણ આપ્યા હતા. ત્યારે વડાપ્રધાન મોદી પણ આજે મોરબીની મુલાકાત લેવાના છે.

 

પીએમના આગમન પહેલા રસ્તા થઈ જાય છે રિનોવેટ

ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન હાલ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા આવ્યા છે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના વિકાસ મોડલની વાતો કરતા હોય છે. ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા કામો તેઓ ગણાવતા હોય છે. સારા રોડની વાતો કરે છે, સારા Infrastructureની વાતો કરે છે, પરંતુ તેમને ક્યાં ખબર છે કે સારા રસ્તા તેમની મુલાકાત પહેલા જ બનાવામાં આવે છે. જે રસ્તેથી તેમનો કાફલો પસાર થવાનો હોય તે રસ્તાની હાલત એટલી બધી સુધરી જાય છે કે આપણને લાગે કે આ આપણું શહેર નથી. 


વડાપ્રધાન આગમન પહેલા હોસ્પિટલમાં કરાયું કલરકામ 

આ વાત આજે એટલા માટે કરવી છે કારણ કે મોરબી સિવિલ હોસ્પિટલથી એવા દ્રશ્યો સામે આવ્યા જેણે બધા લોકોને હચમચાવી નાખ્યા. આ ફોટો એવા છે જેમાં કોઈના મૃતદેહો નથી પરંતુ એવા ફોટો છે જેમાં સિવિલ હોસ્પિટલમાં કલરકામ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલમાં કલરકામ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે વડાપ્રધાન મોદી ત્યાં આવવાના છે. એક તરફ જ્યારે સમગ્ર મોરબીમાં માત્ર રડવાના અવાજ સંભળાય છે, લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા છે. તો બીજી તરફ લોકોને મદદરૂપ થવાને બદલે તંત્ર હોસ્પિટલના કલરકામ પર ધ્યાન આપી રહ્યું છે. વડાપ્રધાન આવવાના છે તેને કારણે રાતોરાત રસ્તા બનાવામાં આવી રહ્યા છે, રિનોવેશનનું કામ કરવામાં આવી રહ્યું છે. ખબર નથી પડી રહી કે વડાપ્રધાન સાંત્વના પાઠવવા આવી રહ્યા છે કે પ્રચાર કરવા આવી રહ્યા છે.      



થોડું ધ્યાન જો બ્રિજ પર રાખ્યું હોત તો દુર્ઘટના ન સર્જાઈ હોત 

આવા સમયે લોકોને મદદરૂપ થવા તંત્રએ પ્રયાસ કરવો જોઈએ કે પીએમના આગમનની તૈયારીઓમાં લાગી જવું જોઈએ. આવી દરકાર જો બ્રિજ માટે રાખી હોતને તો આવી દુર્ઘટના સર્જાઈ પણ ન હોત. પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા પણ ન હોત. જ્યારે ખરેખર લોકોને તમારી જરૂર છે ત્યારે પણ જો તંત્ર પીએમને વિકાસ મોડલ બતાવવાનું પ્રયત્ન કરતું હોય તે યોગ્ય નથી.    



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .