કચ્છ - રિલ બનાવવાના ચક્કરમાં યુવાનોએ મુન્દ્રાના દરિયા કિનારે બે Thar ગાડી પાણીમાં ઉતારી અને પછી જે થયું તે.. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-24 17:06:57

સોશિયલ મીડિયા પર પબ્લિસિટી મેળવવા માટે લોકો રિલ્સ બનાવતા હોય છે. રિલ્સ બનાવી લોકો પ્રસિદ્ધ થવા માગતા હોય છે.. રિલ્સના ચક્કરમાં લોકો પોતાના જીવને ખતરામાં મૂકતા હોય છે.. પોતાના જીવન કરતા રિલ્સને લોકો વધારે પ્રાધાન્ય આપે છે. ત્યારે એક વીડિયો કચ્છથી સામે આવ્યો છે જેમાં સ્ટંટ કરવાના ચક્કરમાં બે થાર દરિયામાં ફસાઈ ગઈ. એક થારનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે કાર ડીટેઈન કરી લીધી છે.  

વીડિયો સામે આવ્યો જેમાં.... 

સ્ટંટ કરી પોતાના જીવનને જોખમમાં અનેક લોકો મૂકતા હોય છે. અનેક વીડિયો આપણી સામે છે જેમાં સ્ટંટ, રિલ્સ જીવન કરતા વધારે મહત્વના હોય છે. રિલ્સ બનાવાના ચક્કરમાં ગમે ત્યાં વાહન ચલાવી દેતા હોય છે. કોઈ પહાડ પર સ્ટંટ કરતા દેખાય છે તો કોઈ રસ્તા પર સ્ટંટ કરતા દેખાય છે. ત્યારે એક વીડિયો કચ્છથી સામે આવ્યો છે જેમાં બે થાર ગાડી દરિયામાં ફસાઈ ગઈ છે. આનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 



દરિયામાં બે થાર ફસાઈ અને પછી....  

જે વીડિયો સામે આવ્યો છે તે મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંઘ બંદરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સ્ટંટ કરવાના ચક્કરમાં દરિયામાં થાર લઈ ગયા અને ત્યાં ગાડી ફસાઈ ગઈ. એક ગાડીનું એન્જીન ફેલ થઈ ગયું. મળતી માહિતી અનુસાર દરિયામાં બંધ પડેલી ગાડીને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં દેખાઈ.  બન્ને થાર ચાલકની ઓળખ થઈ ચૂકી છે. તે પૈકી એકની ગાંધીધામ ખાતેથી અટકાયત કરી મુન્દ્રા ખાતે લાવવામાં આવી રહ્યો છે. 




રિલ્સના ચક્કરમાં લોકો પોતાના જીવનને મૂકે છે સંકટમાં 

મહત્વનું છે કે આવા અનેક વીડિયો આપણી સામે છે જેમાં લોકો જીવને જોખમમાં મૂકે છે માત્ર સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે.. તેમને એવું લાગે છે કે જો આવા સ્ટંટ કરીને તે પ્રસિદ્ધ થઈ જશે તો લોકો તેમને ઓખળતા થઈ જશે.. તે ફેમસ થઈ જશે.. પરંતુ લોકો ભૂલી જાય છે કે આવું કરીને તે પોતાના જીવનને સંકટમાં મૂકે છે.. સ્ટંટ કરતી વખતે કોઈ ઉંચ નીચ થઈ તો તેમને પોતાનું જીવન ગુમાવું પડે છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો...  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે