શિયાળાની સિઝનમાં પહેલા કમોસમી વરસાદ આવ્યો અને પછી પડી ગરમી, ત્યારે જાણો આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-12 16:14:30

સામાન્ય રીતે તો હમણાં શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ આ સિઝન દરમિયાન એવો સમય આવ્યો હતો જ્યારે કોઈ વખત કમોસમી વરસાદ થયો હતો અને કોઈ વખત ગરમીનો અહેસાસ થયો હતો. બપોરના સમયે એટલી બધી ગરમી થતી હતી કે પંખો કરવો પડ્યો હતો. તાપમાનનો પારો સતત વધતો ગયો હતો અને જાણે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય તેવું લાગતું હતું. ત્યારે આવનાર દિવસોમાં રાજ્યનું વાતાવરણ કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 24 કલાકમાં તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થાય. જે બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. 


શિયાળાની સિઝનમાં પહેલા વરસાદ આવ્યો અને પછી પડી ગરમી!

આપણે ત્યાં માણસ માટે કહેવાતું હતું કે માણસ ગમે ત્યારે બદલાઈ જાય છે પરંતુ લાગે છે કે વાતાવરણને પણ માણસની અસર આઈ લાગે છે! ગમે ત્યારે વાતાવરણમાં પલટો આવી જાય છે જેને કારણે આખી સિસ્ટમ અસ્તવ્યસ્ત થઈ જાય છે. છેલ્લા અનેક દિવસોથી જે પ્રમાણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે તેની ઉપરથી કહી રહ્યા છીએ! શિયાળાની સિઝન જ્યારે શરૂ થઈ ત્યારે રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનું પ્રમાણ ઓછું થઈ ગયું. વરસાદ ગયો તે બાદ ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ. કડકડતી ઠંડી પડવાની શરૂઆત જ થઈ હતી ત્યારે તો ગરમીનો અનુભવ થવા લાગ્યો. 



આવનાર દિવસોમાં નથી વરસાદની શક્યતા  

ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પ્રકોપ સહન કરવા લોકો મજબૂર બન્યા હતા. થોડા દિવસો પહેલા એવી ગરમી હતી કે બપોરના સમયે પંખો કરવાની ફરજ પડતી હતી. પરંતુ એક બે દિવસથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસો દરમિયાન વરસાદની સંભાવના નહીંવત છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 



અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે... 

જો રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદનું તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયુ હતું. આવનાર દિવસમાં રાજ્યનું તાપમાન સુકુ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 ફેબ્રુઆરી બાદ ગરમીનો પ્રકોપ શરૂ થશે.    



લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર આઠથી દસ ફૂટનું ગાબડું પડતા એક તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જોકે તંત્રએ મરામતની કામગીરી હાથ ધરી છે. મહત્વનું છે કે જે બ્રિજ પર ગાબડા પડવાની ઘટના સામે આવી છે તે બ્રિજને બને એક વર્ષ પણ નથી થયું , ત્યાં આ રીતે ગાબડું પડતા બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે.

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.