તો શું અમેરિકામાં H-1B વિઝા કાર્યક્રમમાં થઇ શકે છે ફેરફાર?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-24 14:12:51

H - 1B વિઝા કાર્યક્રમ જે અંતર્ગત સ્કિલ્ડ લેબર ફોર્સને અમેરિકાની મોટી મોટી કંપનીઓ નોકરી આપે છે . પરંતુ હવે અમેરિકામાં સ્થિત ભારતીયોમાં આ H - 1B વિઝાને લઇને જોરદાર ડરનો માહોલ છે કેમ કે , સંભાવના છે કે , રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ H - 1B વિઝા કાર્યક્રમમાં ફેરફાર કરી શકે છે. તો આવો જાણીએ શું છે આખો મામલો? 

H-1B visa cap for FY 2025 reached! What applicants for US H-1B visa program  should check - Times of India

H - 1B વિઝા કાર્યક્રમ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ ડબ્લયું બુશ વખતે ઇમિગ્રેશન એક્ટ ,૧૯૯૦  અંતર્ગત શરુ કરવામાં આવ્યો હતો . જે અંતર્ગત અમેરિકાની ખુબ મોટી મોટી કંપનીઓ સ્કિલ્ડ લેબરને રોજગારી આપે છે. H - 1B વિઝા ધારકોમાં એકલા ૭૦ ટકા તો માત્ર ભારતીયો છે. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ H - 1B વિઝાને લઇને ખુબ મોટી ચર્ચા ચાલી રહી છે . સાથે જ સંભાવના છે કે , ડોનાલ્ડ ટ્રમ્પ મોટાપાયે ઇમીગ્રેશનની નીતિઓમાં પણ ફેરફાર કરી શકે છે.  રીપબ્લિકન રાષ્ટ્રપ્રમુખના કેટલાક સાથીઓ વર્તમાન ઇમીગ્રેશનની નીતિઓને કડક બનાવવા માંગે છે . શરૂઆતમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ H -1B વિઝા કાર્યક્રમના વિરોધમાં હતા પરંતુ હવે તેઓ સમર્થનમાં દેખાઈ રહ્યા છે. કેમ કે , તેમના જ એક મંત્રી એલોન મસ્ક તેના પુરા સમર્થનમાં છે. અમેરિકાનું સિલિકોન વેલી કે જ્યાં મોટા ભાગના કર્મચારીઓ H - 1B વિઝા ધારક છે . ઘણા લોકો H - 1B વિઝાની વિરુદ્ધમાં તર્ક આપતા એવું કહી રહ્યા છે કે , આ વિઝા પર નિયંત્રણ મોટી મોટી કંપનીઓનું હોય છે . આ નિયંત્રણ તેમના એમ્પ્લોયર એટલેકે , જે નોકરી આપે છે તે કંપનીઓ પાસે હોય છે . માટે ઘણીવાર કંપનીઓ તેનો દુરપયોગ પણ કરતી હોય છે. અમેરિકામાં આ H - 1B વિઝા કાર્યક્રમથી ઘણા ભારતીયો સફળ પણ થયા છે . જેમ કે , ગુગલના સુંદર પીચાઈ , માઈક્રોસોફ્ટના સત્ય નાદેલા . ઈલોન મસ્ક જેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો . તેઓ પોતે પણ આ H -1B વિઝા કાર્યક્રમના ભાગ રૂપે જ અમેરિકા આવ્યા હતા . હાલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખુબ ખાસ કહેવાય છે. 

Elon Musk In 2025: What To Know About The World's Richest Person | Bankrate

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઈમિગ્રેશન વિરોધીઓ અને સિલિકોન વેલીની મોટી મોટી કંપનીઓ વચ્ચેની લડાઈ છે , જોઈએ ટ્રમ્પ કોનું સાંભળશેથોડાક સમય પેહલા જ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનકાર્ડને લઇને નિવેદન આપ્યું હતું કે , " ગ્રીનકાર્ડ ધારકો પાસે અમેરીકામાં કાયમ માટે રહી જવાનો કોઈ અધિકાર નથી." આનાથી જે ભારતીયો અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોઈ રહ્યા છે સાથે જ જેમની પાસે ગ્રીનકાર્ડ છે આ બને વર્ગોમાં ફફડાટ આવી ગયો છે .  ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાની આ નવી સરકારમાં ઘણા ભારતીય મૂળના લોકોને સ્થાન આપ્યું છે જેમ કે , તુલસી ગેબાર્ડને ઇન્ટેલિજન્સ ચીફ , કાશ પટેલને FBI ડાયરેક્ટર , કુશ દેસાઈને ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી , હર્મિત ધિલ્લોનને  સિવિલ રાઈટ્સના અટોર્ની જનરલ બનાવવામાં આવ્યા છે . વાત કરીએ અમેરિકામાં સ્થિત ભારતીયોની તો , તેમની સંખ્યા અંદાજે , ૫૨ લાખ છે . તેમાંથી ૮૦ ટકા પાસે યુનિવર્સિટીની ડિગ્રી છે . આ ભારતીયો અમેરિકાની નેશનલ એવરેજ કરતા પણ સારું કમાય છે. 

એક વાત તો સાફ છે , અમેરિકા હાલમાં વિશ્વભરમાં મહાસત્તા છે કેમ કે , તેની પાસે સ્કિલ્ડ લેબર ફોર્સ છે. અને જો H 1B વિઝાના કાર્યક્રમમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યા તો અમેરિકાને લાંબાગાળે નુકશાન થઈ શકે છે.



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.