ભારતીયોને ડિપોર્ટ કરવા માટે અમેરિકાએ બનાવી નવી "સીબીપી" એપ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-17 17:41:14

જો તમારા કોઈ સગા કબૂતરબાજી થકી કે અન્ય કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા હોય તો  અમેરિકન સરકારે  હાલમાં એક એપ બનાવી છે જેનું નામ છે સીબીપી હોમ એપ.   તેની પર કોઈ પણ વ્યક્તિ  જાતે જ રજીસ્ટ્રેશન થઈને જાતે જ ડિપોર્ટ થઇ શકે છે . થોડાક સમય પેહલા એક ભારતીય વિદ્યાર્થીના ડિપોર્ટ પછી  ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક સીબીપી એપના સમર્થનમાં આવ્યા છે . આ બધા વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જેડી વાન્સે ગ્રીનકાર્ડ પર ટિપ્પણી કરી છે . જેનાથી અમેરિકામાં વસતા ગ્રીનકાર્ડ ધારકોમાં ફફડાટ આવી ગયો છે .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ ઇમિગ્રેશનનો મુદ્દો ખુબ ચર્ચામાં છે . આપણે જોયું કે કઈ રીતે અમેરિકી સરકારે હાથ - પગમાં સાંકળો બાંધીને ઇલલીગલ ભારતીયોને  ડિપોર્ટ કર્યા હતા . હવે અમેરિકી સરકારે સીબીપી હોમ એપ બનાવી છે જેના દ્વારા ગેરકાયદેસર રીતે પ્રવેશેલી વ્યક્તિ પોતાની રીતે જ આ એપ પર રજીસ્ટર થઇ શકે છે અને ત્યારબાદ ડિપોર્ટ થઇ શકે છે . આ સીબીપી હોમ એપ શરૂઆતમાં આશ્રય એટલેકે , અસાયલમ માંગવા બનાવવામાં આવી હતી . જોકે હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પ્રવેશેલા ઇમિગ્રન્ટ્સ "સેલ્ફ ડિપોર્ટ"ની સુવિધા ઉપાડી શકે તે માટે કરી રહ્યું છે . આ સીબીપી હોમ એપ કાયદેસર રીતે ઈમિગ્રેન્ટ્સને ડિપોર્ટ કરી કરશે . યુએસનું વહીવટીતંત્ર સીબીપી એપને લાખો બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોને આગળ વધારવા માટે એક સરળ અને કોસ્ટ ઇફેક્ટિવ માર્ગ તરીકે જોઈ રહ્યું છે . આ સીબીપી એપ અગાઉ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના સમયમાં લોન્ચ કરવામાં આવી હતી . પરંતુ તે વખતે તેનો હેતુ ઉપર જણાવાયું તેમ આશ્રય એટલેકે , અઝાયલમ માંગવા થતો હતો . વર્તમાનમાં ટ્રમ્પના કાર્યકાળમાં તેનો ઉપયોગ હવે ડિપોર્ટ કરવા માટે થાય છે. 

Joe Biden says he is 'first black woman to serve with a black president' |  World News - Business Standard

આ સીબીપી એપની ચર્ચા વચ્ચે એક રોચક વાત એ બહાર આવી છે કે , થોડાક સમય પેહલા રંજની શ્રીનિવાસન કે જેઓ કોલંબિયા યુનિવર્સિટીમાં અર્બન પ્લાનિંગ પર પીએચડી કરી રહ્યા હતા . ૫મી માર્ચના રોજ તેમના વિઝા યુએસ સરકારે પાછા ખેંચી લીધા તે માટે કારણ આપતા યુએસ સરકારે કહ્યું કે , આ રંજની શ્રીનિવાસન હમાસ અને તેની આતંકવાદી ગતિવિધિઓના સમર્થક હતા. જેવા જ અમેરિકન સરકારે વિઝા કેન્સલ કર્યા કે તરત જ તેમને અરેસ્ટનો ડર હતો . માટે તેમણે સીબીપી હોમ એપનો ઉપયોગ કરીને પોતાનું કેનેડામાં સેલ્ફ ડિપોર્ટ કરી નાખવાની અરજી કરી નાખી . આ પછી ટેસ્લાના ઈલોન મસ્કએ સીબીપી હોમ એપના સમર્થનમાં પ્લેટફોર્મ X પર ટ્વીટ કરી નાખી જેમાં તેમણે લખ્યું કે , " આ નવી એપ જે સેલ્ફ ડિપોર્ટેશનમાં ખુબ મદદરૂપ છે . " 

J.D. Vance | Education, Book, Wife, Kids, Inauguration, & Facts | Britannica
આ બધા વચ્ચે થોડાક સમય પેહલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ ગ્રીનકાર્ડ વિશે ટિપ્પણી કરતા કહ્યું છે કે , " ગ્રીન કાર્ડ ધારક હોવાનો અર્થ એ નથી કે વ્યક્તિને યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેવાનો અનિશ્ચિત અધિકાર મળી જાય છે. " વધુમાં જેડી વાન્સે યુનાઇટેડ સ્ટેટ્સના કાયદામાં ઉલ્લેખિત અમુક સંજોગોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમાં ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે. આમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થવું, લાંબા સમય સુધી દેશમાં હાજર ન રહેવું અને ઇમિગ્રેશનના નિયમોનું યોગ્ય પાલન ન કરવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. જેડી વાન્સના આ નિવેદનથી અમેરિકામાં ઇમિગ્રેશન નીતિઓમાં મોટા ફેરફારોની સંભાવના વધી ગઈ છે, જેના કારણે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા અને હાલમાં ગ્રીન કાર્ડ ધરાવતા ભારતીયોની ચિંતામાં વધારો થયો છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી પહેલ અને ચર્ચાઓ ઇમિગ્રેશન પ્રક્રિયા પર કેવી અસર કરે છે.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.