Vadodaraમાં સ્થાનિક લોકોનો ગુસ્સો ચરમસીમા પર, સોસાયટીની બહાર લાગ્યા નેતાના પ્રવેશબંધીના પોસ્ટર


  • Published By :
  • Published Date : 2024-09-02 13:31:12

વડોદરા. આ શબ્દ સાંભળતા જ આપણને પૂરના દ્રશ્યો યાદ આવી જાય.. આપણા નજરની સામે એ દ્રશ્યો આવી જાય જેમાં વિનાશ જ વિનાશ હોય.. વડોદરામાં સર્જાયેલી સ્થિતિને કુદરતી આપદા કરતા પણ માનવ સર્જીત આપદા ગણીએ તો પણ અતિશયોક્તિ નહીં હોય.. વરસાદી પાણીમાં અનેક ઘરો તો ડૂબ્યા પરંતુ તેની સાથે સાથે ડૂબી છે લોકોએ કરેલી મહેનત.. એ મહેનતના પૈસા જેનાથી તે ફ્રિજ અથવા તો કોઈ પણ સામાન લાવ્યા હશે.. વડોદરાવાસીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર આપણે જોયા હશે જેમાં સ્થાનિકોનો આક્રોશ ખૂલીને સામે આવ્યો.. હજી સુધી સ્થાનિક લોકો માત્ર શાબ્દિક રીતે રોષ વ્યક્ત કરતા હતા પરંતુ હવે તેમણે બેનરો લગાવી નેતાઓનો વિરોધ કર્યો છે.

પુરૂષોત્તમ નગર સોસાયટીની બહાર લાગ્યા પોસ્ટર!

અમે વાત કરી રહ્યા છીએ વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી પસાભાઈ પાર્ક સોસાયટીની, જ્યાં હજી પાણી ભરાયેલા છે. ભરાયેલા પાણીને લઈ લોકોમાં આક્રોશ છે. બીજી તરફ અકોટા વિસ્તારમાં આવેલા પરુષોત્તમનગર સોસાયટીમાં રહીશોએ સોસાયટીના ગેટ પર રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા છે. શહેરમાં કેટલાક દિવસથી ભાજપના નેતાઓ તેમના વિસ્તારમાં જાય છે તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે. વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરને કારણે લોકો સતત ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ પૂર દરમિયાન શાકભાજી, દૂધ અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો. આવા બેનરો સામાન્ય રીતે ચૂંટણી બહિષ્કાર કરતી વખતે કરતા હોય છે.. ત્યારે હવે હવે ચૂંટણી વગર આ પ્રકારના બેનરો લાગ્યા છે..



કપરી પરિસ્થિતિમાં લોકોએ ગુજાર્યા હતા અનેક દિવસો

વડોદરામાં જે સ્થિતિનું નિર્માણ થયું તેની માત્ર આપણે કલ્પના કરીએ તો કાંપી જવાય છે. કેવી રીતે ભરાયેલા વરસાદી પાણીમાં, પાણી અને ભોજન વગર અનેક દિવસો કાઢ્યા હશે.. થોડા પાણી ઓસર્યા તે બાદ જમાવટની ટીમ વડોદરા પહોંચી હતી અને ત્યાંના સ્થાનિકોની પીડા સાંભળી આપણને દયા આવી જાય કે કેવી પરિસ્થિતિમાં તે લોકો રહ્યા હશે? મીડિલ ક્લાસ માટે પોતાનું સ્વભિમાન સૌથી વ્હાલું હોય છે. અનેક લોકો એવા હતા જેમનું બધું જ આ પાણીમાં જતું રહ્યું.. બધું જ ગુમાવાનો વારો આવ્યો.. ઘરવખરી હોય કે પછી વાહન હોય..  અનેક નેતાઓને સ્થાનિકોના વિરોધનો સામનો કરવો પડ્યો છે. ત્યારે આ સોસાયટીના સ્થાનિકોએ તો બોર્ડ જ લગાવી દીધું. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં કહો.. 



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.