Vadodaraમાં ચા વાળા એ બનાવ્યો Modi બ્રીજ, લોકો જોતા જ રહી ગયા! જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-26 13:29:09

અનેક મહાન લોકોના નામ પર બ્રિજોના નામ આપવામાં આવતા હોય છે. આપણે અટલ બ્રિજ, નહેરૂ બ્રિજ જેવા બ્રિજો વિશે સાંભળ્યું છે બ્રિજને જોયા છે પરંતુ આજે તમને મોદી બ્રિજ બતાવવો છે. મોદી બ્રિજ વડોદરામાં આવેલો છે અને તેનું નિર્માણ એક ચા વાળાએ કર્યું છે. ચા વાળાએ કટાક્ષમાં આ બ્રિજ બનાવ્યો છે કારણ કે તેમની દુકાન આગળ ખોદકામ કરવામાં આવ્યું. પરંતુ ખોદકામ કર્યા બાદ કોઈને તે યાદ જ ના આવ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ. ખાડા પૂરવાનું તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગતું હતું જેને કારણે ચા વાળાએ પરેશાન થઈ ખોદકામ પર પાટિયું મૂકી દીધું અને નામ આપી દીધું મોદી બ્રિજ.

કટાક્ષમાં ચા વાળાએ નામ આપ્યું મોદી બ્રિજ!  

વડોદરાના છાણી વિસ્તારમાં એક ચાની લારીવાળાએ રોડની આસપાસના ખોદકામથી ત્રાસીને પાટિયું મૂકીને હંગામી રસ્તો બનાવ્યો અને કટાક્ષમાં ત્યાં નામ આપી દીધું મોદી બ્રિજ. વાત એમ હતી કે કોર્પોરેશને ખાનગી કંપનીઓને અંડરગ્રાઉન્ડ પાઈપલાઈન કે કેબલ નાખવા માટે પરવાનગી આપી તો દીધી, પણ પછી એ જોવાનું ભૂલી ગયા કે એ ખાડા પૂર્યા કે નહીં? આ બધાથી લોકો પરેશાન થાય છે અને પછી કંઈક એવા દ્રશ્યો જોવા મળે છે છાણી વિસ્તારમાં પણ ખાનગી કંપની દ્વારા રોડની સાઈડ ઉપર ખોદકામ કરી દેવામાં આવ્યું હતું.



આડેધડ ખોદકામને કારણે લોકો થાય છે પરેશાન 

પરંતુ કેટલાય દિવસો વીતવા છતાં તેનું પુરણ ન કરાતા સાઈડ ઉપર ચાની લારી ચલાવતા ભાઈનું મગજ ફર્યું અને પાટિયું મૂકીને બ્રિજ બન્યો અને તેને મોદી બ્રિજ નામ આપ્યું. શહેરમાં એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે ત્યારે આવા ખોદકામના કારણે નાના વેપારીઓ આવી વાતને કારણે પરેશાન થાય છે. ચાની લારી વાળા ભાઈએ અનેક વાર ફરિયાદ કરી કોર્પોરેશનમાં જઈ આવ્યા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું.  ગ્રાહકોમાં હાલ આ બ્રિજ હાસ્યની સાથે ચર્ચાનો પણ વિષય બન્યો છે. 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.