Valsadમાં ધારાસભ્ય અનંત પટેલે TET-TATના ઉમેદવારોના સમર્થનમાં કરી રેલી, મહિલા ઉમેદવાર બની રણચંડી બની! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-30 17:29:23

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ એકદમ લથડી રહી છે. અનેક વખત આપણે વીડિયો જોતા હોઈએ છીએ કે ઉચ્ચ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને સામાન્ય પ્રશ્નોના જવાબની ખબર નથી હોતી. અંતરિયાળ વિસ્તારથી તો આવા વીડિયો સામે આવતા હોય છે પરંતુ શહેરોમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. બાળકોને સામાન્ય જ્ઞાન નથી હોતું. અનેક શાળાઓ એવી છે જ્યાં શિક્ષકોની ઘટ છે. તો અનેક શાળાઓ એવી છે જેની ઈમારત જર્જરિત હોય છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાનસહાયકોનો વિરોધ ટેટ-ટાટના ઉમેદવારો કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  


પીએમઓ તરફથી મળ્યો નિરાશાજનક જવાબ

ટેટ-ટાટના ઉમેદવારો ઘણા સમયથી એક માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કરાર આધારિત ભરતીને નાબુદ કરવામાં આવે અને શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે અલગ અલગ રીતે અને અનેક રીતે પ્રયત્નો કર્યા. સરકારે તેમનો અવાજ ન સાંભળ્યો તે બાદ તેઓ ભગવાનના શરણે ગયા. શિવજીને, હનુમાનજીને તેમજ ગણપતિ દાદાને તેમણે પત્ર લખ્યો હતો. તે ઉપરાંત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમણે પત્ર લખ્યો હતો. જે ઉમેદવારે તેમને પત્ર લખ્યો હતો તેને જવાબ પીએમઓ તરફથી આપવામાં આવ્યો હતો જે નિરાશાજનક હતો. 


ધારાસભ્ય અનંત પટેલ આવ્યા ઉમેદવારોના સમર્થનમાં 

ભાવિ શિક્ષકોના સમર્થનમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ઉપરાંત ભાજપના પણ અનેક ધારાસભ્યો સમર્થનમાં આવ્યા છે. ભાજપના ધારાસભ્યોએ પત્ર લખી જ્ઞાન સહાયકને રદ્દ કરવાની વાત કરી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે રેલી યોજી જ્ઞાનસહાયક યોજનાને નાબુદ કરવાની માગ કરી છે. થોડા સમય પહેલા નવસારીમાં એમએલએ અનંત પટેલે ઉમેદવારો સાથે રેલી કરી હતી ત્યારે આજે વલસાડમાં ઉમેદવારો સાથે અનંત પટેલે રેલી કરી હતી. પોતાના સંબોધનમાં અનંત પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. 


અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન 

જ્ઞાન સહાયકનો વિરોધ કરી રહેલા ઉમેદવારોએ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ આંદોલનમાં મહિલા ઉમેદવારો આગવી ભૂમિકા ભજવી રહી છે. સમગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા ઉમેદવારો રણચંડી બનેલી દેખાઈ છે. ગાંઘીનગર ખાતે ઉમેદવારો જ્યારે વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમને ઢસેડ્યા હતા. તેને લઈ ઉમેદવારોમાં રોષ ભડકી ઉઠ્યો છે. અલગ અલગ જગ્યાઓ પર ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે.       



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.