વેરાવળમાં કેમ થયું ધોળા દિવસે ફાયરિંગ?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-20 20:18:03

ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના  સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા. 

Gir Somnath SP Jaydipsinh Jadeja Appoints 9 New PI, Transfers 3

ગીરસોમનાથ જિલ્લામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ છે. આખી ઘટના એમ છે કે , બપોરે લગભગ ૧ વાગ્યે વેરાવળ શહેરના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલી આઈ. ડી. ચૌહાણ સ્કૂલ પાસેથી તુરક સમાજના પ્રમુખ જાવિદ તાજવાની ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ટાર્ગેટ કરીને તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળીનો અવાજ થતાં જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા જાવીદભાઈને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફાયરિંગના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તુરક સમાજના અગ્રણીઓ સહિત સ્થાનિક લોકોના ભારે ટોળેટોળા સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વેરાવળના SP જૈદીપસિંહ જાડેજા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 

આ હુમલો કયા કારણોસર અને કોણે કર્યો છે તે દિશામાં પોલીસે નાકાબંધી કરીને હુમલાખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે