યુવાનોમાં વધતા Heart Attackના કિસ્સાઓને જોતા આરોગ્ય વિભાગે બહાર પાડી ગાઈડલાઈન્સ, Garba આયોજકોએ કરવી પડશે આ વ્યવસ્થા


  • Published By :
  • Published Date : 2023-10-10 10:03:45

યુવાનોમાં  હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. છેલ્લા થોડા દિવસો દરમિયાન તો હાર્ટ એટેકનો રાફડો ફાટ્યો હોય તેવું લાગે છે. પ્રતિદિન કોઈ યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યું છે. ગઈકાલે જ ત્રણ જેટલા કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવ્યા હતા. ત્યારે નવરાત્રીમાં ગરબા રમતી વખતે યુવાનોને જોઈ કોઈ તકલીફ પડે તો તેને પહોંચી વળવા માટે રાજ્યના ઓરોગ્ય વિભાગે એક માર્ગદર્શિકા બહાર પાડી છે. 


આરોગ્ય વિભાગે બહાર પાડી ગાઈડલાઈન્સ 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ભયજનક વધારો જોવા મળી રહ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત હૃદય હુમલાને કારણે થઈ રહ્યા છે. ત્યારે નવરાત્રી દરમિયાન કોઈ અનહોની ના સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેક ન માત્ર સરકાર માટે પરંતુ ગરબા આયોજકો માટે પણ ચિંતાનો વિષય છે. ત્યારે નવરાત્રીને ધ્યાનમાં રાખી રાજ્યના આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે મુજબ ગરબાના સ્થળની નજીક 108ના પોઈન્ટ ગોઠવાશે. માર્ગદર્શિકામાં ગરબા આયોજકોએ મેડિકલ કીટ રાખવી પડશે. આ માર્ગદર્શિકા 8 કોર્પોરેશન તેમજ 157 નગર પાલિકા માટે ખાસ લાગુ કરવામાં આવી છે. 


હોસ્પિટલને પણ આ અંગે અપાઈ શકે છે સૂચના 

ત્વરીત સારવાર મળી રહે તે હેતુથી મેડીકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે કાર્યક્રમ સ્થળ ઉપલબ્ધ કરાવવા અને નજીકના આરોગ્ય કેન્દ્રો અથવા તો હોસ્પિટલ ખાતે સારવાર માટે તબીબો સહિતની સુવિધા રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રહે તેવી સુવિધા રાખવી પડશે. જો કોઈ ઈમરજન્સી સર્જાય તો હોસ્પિટલના નંબર પણ શેર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે હોસ્પિટલોમાં પણ સમયસર સારવાર મળી રહે તેના માટે તમામ સ્થાનો પર હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના અપાશે. તેમજ ડૉક્ટરોની ટીમ પણ હાજર રહેશે. હોસ્પિટલના ઈમરજન્સી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.   


AMAએ પણ ગરબા આયોજકો માટે ખેલૈયાઓને આપી આ સૂચના 

મહત્વનું છે કે હાર્ટ એટેકના વધતા કિસ્સાઓને જોતા અમદાવાદ મેડિકલ એસોશિયેશન દ્વારા પણ માર્ગદર્શિકા ખેલૈયાઓ માટે અને આયોજકો માટે બહાર પાડવામાં આવી છે. ખેલૈયાઓને પોતાના આરોગ્યનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે જ્યારે આયોજકોને એવી વ્યવસ્થા કરવા માટે આદેશ આપ્યો છે કે એટલી જગ્યા તો રાખવી પડશે કે એમ્બ્યુલન્સ આરામથી પસાર થઈ શકે. ઉપરાંત સ્ટાફમાં રહેલા લોકોને સીઆરપીની તાલીમ આપવી જોઈએ. યુવાનોમાં વધતા હુમલાને જોતા રામ મોકરીયાએ પણ નિવેદન આપ્યું હતું.


ખેલૈયાઓ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન્સની વાત કરીએ તો - 


1. જો ગરબા રમતી વખતે તમને (ખેલૈયા)ને ચક્કર આવે, છાતીમાં ભારેપણું લાગે, માથાનો દુખાવો થતો હોય તેવો અહેસાસ થાય. ઉલટી જેવું લાગે તો ગરબા રમવાનું બંધ કરી દો. જો વધારે પરસેવો સાથ, ગભરામણ થાય અને શ્વાસોશ્વાસની તકલીફ જણાય તો ગરબા ન રમવા.  


2. જો તમને કોઈ બીમારી હોય તો તેની જાણ પોતાના ગ્રુપના લોકોને કરવી જોઈએ. જેથી કોઈ સ્વાસ્થ્યની તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ કરી શકે.


3. જે વ્યક્તિઓ નિયમિત વ્યાયામ નથી કરતા અને 40 વર્ષથી વધુ ઉંમરના હોય છે, બ્લડ પ્રેશર અને અથવા ડાયાબિટીસ અને અથવા ધૂમ્રપાન અને અથવા હૃદયની સમસ્યાઓનો કૌટુંબિક ઇતિહાસ હોય તેઓએ ગરબા કરતા પહેલા હૃદયની તપાસ કરાવી યોગ્ય રહશે.


4. દિવસ દરમિયાન પૂરતું પાણી લેવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું ત્રણ લિટર પાણી લેવું સારું છે. ગરબા રમતી વખતે વારંવાર પાણી અથવા લીંબુ પાણી અથવા જ્યુસ પીવો.


5. નવરાત્રી દરમિયાન નિયમિત દવાઓ જે તમે (ખેલૈયા)ઓ લેતા હોવ તે લેવાનું ચૂકશો નહીં. જરૂર જણાય તો અથવા તો અગમચેતીના ભાગરૂપે ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. 


ગરબા આયોજકો માટે પણ ગાઈડલાઈનસ્ જાહેર કરવામાં આવી છે. 


1. ગરબા આયોજકોએ તેમના સપોર્ટ સ્ટાફ, સુરક્ષા કર્મીઓને CPR ટેકનિકની તાલીમ આપવી જોઈએ. ગરબાના સ્થળે વધુ જગ્યાએ પાણીની વ્યવસ્થા રાખો.


2. એવી વ્યવસ્થા કરવી જોઈએ કે એમ્બ્યુલન્સ આરામથી આવી શકે અને નીકળી શકે. આવવા જવા માટે સમર્પિત માર્ગ રાખવો જોઈએ. 


3. જો શક્ય હોય તો ગરબા સ્થળ પર પ્રાથમિક સુવિધા સાથે ફરજ પરના ડોક્ટરને રાખવા જોઈએ. 


4. બને તેટલી વધારે જગ્યા પર અને વંચાય તેવા મોટા અક્ષરોમાં ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર લખેલા બોર્ડ લગાવશો

   




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી