આવતીકાલે પર્યાવરણ મંત્રીની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 19:48:46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે સાડા દસ કલાકે નર્મદાના એકતાનગરમાં પર્યાવરણ મંત્રીઓની બે દિવસીય 'રાષ્ટ્રીય પરિષદ'નું ઉદ્ઘાટન કરશે. પરિષદના ઉદ્ઘાટન દરમિયાન પ્રધાનમંત્રી મોદી સંબોધન પણ કરશે. કેન્દ્ર અને રાજ્યના પર્યાવરણ મંત્રીઓ આ પરિષદમાં ઉપસ્થિત રહેશે.


રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું શું મહત્વ છે

કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સંબંધો સુધારી રાખવા અને પ્લાસ્ટિક સહિતના પ્રદુષણને દૂર કરવા માટે રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદનું આયોજન કરવામાં આવે છે. વનના પ્રાણીઓને બચાવી રાખવા અને જમીનની ગુણવત્તા જાળવણી કરવા અતિ અનિવાર્ય છે તે મામલે માર્ગદર્શન કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંવાદને વધારવો અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર તાલમેલ બનાવવા માટે પરિષદ કરવાામાં આવશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે